ભાજપના સાંસદે લોકસભામાં ભાજપની તાકાત વધવાનો દાવો કરતાં વિપક્ષ ટેન્શનમાં મૂકાયો
July 21, 2025
રવિવારે મહારાષ્ટ્રના જળ સંસાધન મંત્રી ગિરીશ મહાજને દાવો કર્યો હતો કે કેટલાક વિપક્ષી નેતાઓ, ખાસ કરીને શિવસેના (UBT) ના સાંસદો ભાજપ સાથે સંપર્કમાં છે. તેમણે ભાજપના સાંસદોની સંખ્યામાં વધારો થવાનો સંકેત આપ્યો હતો. મહાજને કહ્યું હતું કે, 'ભાજપના સાંસદોની સંખ્યા વધી શકે છે. ચાર સાંસદો પહેલાથી જ સંપર્કમાં હતા અને હવે 3 સાંસદો જોડાય તેવી શક્યતા છે. આ સાંસદો અલગ અલગ પક્ષોના છે. તેમાંથી મોટાભાગના શિવસેના UBTના સભ્યો છે. મંત્રી ગિરીશ મહાજને કહ્યું કે, 'ભાજપના સાંસદોની સંખ્યા વધુ વધશે. પહેલા ચાર સાંસદો અમારા સંપર્કમાં હતા, હવે વધુ ત્રણ સાંસદો જોડાવવા જઈ રહ્યા છે. આ સાંસદો અલગ અલગ પક્ષોના છે, પરંતુ તેમાંથી મોટાભાગના શિવસેના (UBT) ના છે.' મહાજને ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું કે 'ઠાકરે બ્રાન્ડ' હવે મહારાષ્ટ્રમાં તેની ચમક ગુમાવી ચૂકી છે. સાંસદ સંજય રાઉતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, 'ઠાકરે માત્ર એક બ્રાન્ડ નથી પણ મહારાષ્ટ્ર, મરાઠી લોકો અને હિન્દુ ગૌરવની ઓળખ પણ છે.' જેના પર મહાજને કહ્યું કે, 'ઠાકરે બ્રાન્ડ ઘણા સમય પહેલા તેનું મહત્ત્વ ગુમાવી ચૂકી છે. શિવસેનાના વાસ્તવિક નેતા બાળાસાહેબ ઠાકરે હતા, 2019માં ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું, ત્યારબાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. તેમણે બાળાસાહેબના વિચારોનો ત્યાગ કર્યો. તેથી ઠાકરે બ્રાન્ડનું અસ્તિત્વ નથી રહ્યું.' જ્યારે કેટલાક વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો કે એકનાથ શિંદેની સરકાર કેટલીક 'સીડી'ના કારણે બની છે, ત્યારે મહાજને આ આરોપોને ખોટા ગણાવ્યા અને કોંગ્રેસના નેતા નાના પટોલેની ટીકા કરી. તેમણે કહ્યું, 'લોકો ફક્ત હવામાં વાતો કરી રહ્યા છે. ક્યારેક તેઓ સીડી વિશે વાત કરે છે, ક્યારેક પેન ડ્રાઇવ વિશે. જો તમારી પાસે કોઈ પુરાવા હોય, તો તે વિધાનસભા અધ્યક્ષને આપો. પુરાવા વિના બોલવાનો શું મતલબ?' વિધાનસભા પરિસરમાં ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની તાજેતરની મુલાકાત અંગે તેમણે એમ પણ કહ્યું, 'તે એક સરળ વાતચીત હતી. દરેક વખતે કડવાશ કે અથડામણની જરૂર નથી.'
Related Articles
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય:...
May 07, 2026
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના...
May 07, 2026
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હ...
May 07, 2026
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હે...
May 06, 2026
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર...
May 06, 2026
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માં...
May 06, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026