‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી’ પરિણામો બાદ રાહુલના પ્રહાર
May 05, 2026
કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની ચોરી કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે ભાજપે ચૂંટણી પંચના સહયોગથી આ રાજ્યોમાં જીત મેળવી છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘આસામ અને બંગાળ એ વાતના સ્પષ્ટ ઉદાહરણ છે કે કેવી રીતે ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી છે. અમે મમતાજી સાથે સહમત છીએ. બંગાળમાં 100થી વધુ બેઠકોની ચોરી કરવામાં આવી છે.’ તેમણે વધુમાં જણાવ્યું કે, આ કોઈ નવી વાત નથી અને અગાઉ પણ આવી 'પ્લેબુક' જોવા મળી છે. તેમણે મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને 2024ની લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ પ્રકારના આરોપો પહેલા પણ સામે આવી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ આગળ લખ્યું, 'ચૂંટણીની ચોરી, સંસ્થાઓની ચોરી... હવે બીજો કોઈ રસ્તો જ શું છે!'
રાહુલની આ પ્રતિક્રિયા મમતા બેનર્જીના એ નિવેદન બાદ આવી છે, જેમાં તેમણે પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રચંડ જીતને અનૈતિક ગણાવી હતી. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે રાજ્યમાં 100થી વધુ બેઠકો પર જનાદેશ લૂંટવામાં આવ્યો છે. ભવાનીપુર વિધાનસભા બેઠકના મતગણતરી કેન્દ્રની બહાર નીકળતા મમતાએ કહ્યું હતું કે, 'અમે વાપસી કરીશું.'
અખિલેશ યાદવે પણ લગાવ્યા ગંભીર આરોપ
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ મમતા બેનર્જીનો વીડિયો શેર કરતા લખ્યું, 'શું હવે સત્તાધારી રાજકારણને પાતાળથી પણ નીચે લઈ જવામાં આવશે? દેશના રાજકીય ઇતિહાસનો આ એક ઘોર કાળો દિવસ છે. આજે આખો દેશ આક્રોશમાં છે અને લોકશાહી વ્યથિત છે. ચૂંટણી વ્યવસ્થાના નામે કેન્દ્રીય દળોનો જે દુરુપયોગ આજે બંગાળમાં મતગણતરીમાં થયો છે, બરાબર આવો જ ગોટાળો 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગની જગ્યાએ કરવામાં આવ્યો હતો, જેના સાક્ષી કન્નૌજની વિધાનસભા બેઠકો હતી. ત્યારબાદ આ જ નિંદનીય મોડલને ફરૂખાબાદની 2024ની લોકસભા ચૂંટણીમાં પુનરાવર્તિત કરવામાં આવ્યું હતું.'
Related Articles
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિલ રાષ્ટ્રપતિએ મૂર્મુએ પાછું મોકલી દીધું
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિ...
Sep 26, 2026
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લોકોના મોત, દારૂ પીધો હોય તેમને હોસ્પિટલમાં દાખલ થવા અપીલ
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લો...
Sep 26, 2026
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ, સરકારી સાક્ષી બનાવાયા
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અન...
Sep 26, 2026
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026