કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ ઝીંક્યો
September 09, 2026
અમેરિકા અને કેનેડા વચ્ચે વેપાર વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકા સાથે વધી રહેલા તણાવ વચ્ચે કેનેડાએ આકરું વલણ અપનાવતા 600થી વધુ અમેરિકી સામાન પર 50% સુધીનો જવાબી ટેરિફ લાગુ કરી દીધો છે. વોશિંગ્ટન અને ઓટાવા વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેનેડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ટેરિફ દર 8 સપ્ટેમ્બરે મધ્યરાત્રિ 12:01 વાગ્યાથી અમલમાં આવી ગયા છે. આ નિર્ણય હેઠળ 629 જેટલી વિવિધ વસ્તુઓ પર 15% થી લઈને 50% સુધીનો ટેરિફ ઝીંકાયો છે. આ આયાતી સામાનનું વાર્ષિક મૂલ્ય આશરે 27.6 અબજ કેનેડિયન ડોલર (લગભગ 20 અબજ અમેરિકા ડોલર) જેટલું થાય છે. તેમાં મુખ્યત્વે સ્ટીલ, ફર્નિચર, કપડાં અને ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો સમાવેશ થાય છે. શરૂઆતમાં 874 વસ્તુઓનો પ્રસ્તાવ હતો, પરંતુ બાદમાં સુધારો કરીને દરિયાઈ ખાદ્યપદાર્થોની કેટલીક શ્રેણીઓ હટાવી 629 વસ્તુઓ આખરી કરવામાં આવી છે.
કેનેડાના રાષ્ટ્રપ્રમુખ/વડાપ્રધાન માર્ક કાર્નીએ દેશના વેપારીઓ અને નાગરિકોને અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવા માટે આહવાન કર્યું છે. તેમણે એક વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, દેશ પાસે પોતાની આર્થિક દિશા બદલવાની તમામ ક્ષમતાઓ છે. આ બદલાવ માટે અમુક કિંમત ચૂકવવી પડશે, પરંતુ હાથ પર હાથ ધરીને બેસી રહેવાના પરિણામો વધુ ગંભીર હોઈ શકે છે. કેનેડાના આ પગલાનો મુખ્ય હેતુ મિશિગન અને ઓહાયો જેવા અમેરિકી રાજ્યોના ઉદ્યોગો પર આર્થિક તથા રાજકીય દબાણ ઊભું કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ગત મહિને કેનેડાના વાઇન, ફર્નિચર, ડેરી ઉત્પાદનો, સિમેન્ટ અને સ્પોર્ટ્સ સામગ્રી જેવા 20 અબજ ડોલરના સામાન પર ટેરિફ લગાવ્યો હતો. જેના જવાબરૂપે કેનેડાએ આ આકરી કાર્યવાહી કરી છે. કેનેડા તેની કુલ નિકાસનો 68% હિસ્સો અમેરિકા મોકલે છે. બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કેનેડિયન બોમ્બાર્ડિયર વિમાનો અને વાહનો પર વધુ ટેરિફ વધારવાની ચેતવણી આપી છે. આ વિવાદના કારણે ઉત્તર અમેરિકાના ત્રણેય દેશો વચ્ચેના USMCA વેપાર કરારના ભવિષ્ય સામે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.
Related Articles
કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ઘાયલોને હેલિકોપ્ટર અને વિમાનથી ખસેડાયા
કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવન...
Oct 21, 2026
કેનેડાનાં વિદેશમંત્રી અનિતા આનંદ ભારતની મુલાકાતે : જયશંકર સાથે સઘન મંત્રણા યોજી
કેનેડાનાં વિદેશમંત્રી અનિતા આનંદ ભારતની...
Oct 14, 2026
કેનેડા-અમેરિકાના સૌથી ગરીબ લોકો પણ ભારતના સૌથી વધુ અમીરો કરતાં વધુ કમાય છે
કેનેડા-અમેરિકાના સૌથી ગરીબ લોકો પણ ભારતન...
Oct 13, 2026
કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત
કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત...
Oct 08, 2026
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુરોપિયન- યુનિયન' તરફ
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુર...
Sep 23, 2026
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
Trending NEWS
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
22 October, 2026
21 October, 2026
21 October, 2026