ભુવનેશ્વરમાં રાષ્ટ્રપતિના પ્રવાસ પહેલા કેન્દ્રીય વિદ્યાલય પાસે બ્લાસ્ટ
November 28, 2025
પોલીસ-NIA ટીમ દ્વારા તપાસ શરૂ, વિધાનસભામાં વિસ્ફોટનો મુદ્દો ઉઠાવાયો
ભુવનેશ્વર : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ હાલ ઓડિશાના રાજધાની ભૂવનેશ્વરની મુલાકાતે છે, ત્યારે રાજધાનીના ગાડકણા વિસ્તારમાં એક કેન્દ્રીય વિદ્યાલય પાસે ભયાનક વિસ્ફોટ થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ ભૂવનેશ્વર વિધાનસભા સત્રમાં સંબોધન કરી રહ્યા, ત્યારે બીજીતરફ વિસ્ફોટની ઘટના બની છે.
રિપોર્ટ મુજબ, બોંબ વિસ્ફોટ થયો ત્યારે ત્યાં એક પણ વ્યક્તિ ન હોવાના કારણે જાન-માલને કોઈ નુકસાન થયું નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) ઘટનના સ્થળે પહોંચી જઈ તપાસ શરૂ કરી દીધી છે. ટીમે વિસ્ફોટ સ્થળથી અડધો કિલોમીટર એરીયામાં શોધખોળ શરૂ કરી દીધી છે.
ટીમ દ્વારા સીસીટીવી ફુજેટની પણ તપાસ કરી રહી છે. સ્કૂલ ગેટ પાસે બોંબ કોણે મૂક્યો, તેની કોઈ માહિતી હજુ સુધી સામે આવી નથી. વિધાનસભામાં પણ વિસ્ફોટનો મુદ્દો ઉઠાવાયો છે. વિધાનસભા અધ્યક્ષ સુરમા પાઠીએ શિક્ષણ મંત્રી પાસેથી વિસ્ફોટની માહિતી મેળવી છે. તેમણે ગૃહમાં તમામ માહિતી શેર કરી છે.
મીડિયા અહેવાલો મુજબ, રાજધાની ભુવનેશ્વરના ગાડકણા વિસ્તારમાં આજે સવારે 8.00 કલાકે કેટલાક અજાણ્યા બાઈકસવારો આવ્યા હતા અને તેઓએ કેન્દ્રીય વિદ્યાલયના ગેટ નંબર-3 પાસે બોંબ ફેંક્યો હતો. જો ઘટનામાં કેટલું નુકસાન થયું તેની કોઈ માહિતી સામે આવી નથી.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026