ત્રીજી T20: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની 14 રને શાનદાર જીત, અર્શદીપ-અભિષેક મેચના હીરો

October 12, 2026

ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની શ્રેણીની ત્રીજી T20I મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા 14 રને વિજય મેળવ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 223 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 209 રન જ બનાવી શકી હતી. આ સાથે જ ભારતે T20 રોમાંચક મુકાબલામાં 14 રને જીત હાંસલ કરી છે. પાંચ મેચની શ્રેણીમાં 2-1થી ભારત આગળ છે. મેચમાં અર્શદીપ સિંહે 3 વિકેટ ચટકાવી હતી, તો અભિષેકે 30 બોલમાં 69 રન બનાવ્યા હતા. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 223 રન બનાવીને વેસ્ટ ઇન્ડિઝ સામે જીત માટે 224 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. ભારતની શરૂઆત સંજુ સેમસન (3)ના ઝડપથી આઉટ થવાથી ખરાબ રહી, પરંતુ અભિષેક શર્મા અને ઈશાન કિશને આક્રમક બેટિંગ કરીને રનનો વરસાદ કર્યો હતો. અભિષેકે 30 બોલમાં 69 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ રહ્યા, જ્યારે ઈશાન કિશને 18 બોલમાં 37 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયાનો ઓપનર બેટર અભિષેક શર્મા T20 ફોર્મેટના લગભગ 21 વર્ષના ઇતિહાસમાં સૌથી ઝડપી બે હજાર રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો છે. તે બોલના હિસાબે દુનિયામાં સૌથી ઝડપી બે હજાર રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયા છે. અભિષેક શર્માએ આ સિદ્ધિ 1,024 બોલ રમીને હાંસલ કરી. અત્યાર સુધી શીર્ષ પર બિરાજમાન પૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવ (1,192 બોલ)ના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.