પાકિસ્તાનમાં ગુંદર બનાવતી ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ, 15 કર્મચારીના મોત
November 21, 2025
પંજાબના મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી, પંજાબના ફૈસલાબાદની ઘટના
પૂર્વ પાકિસ્તાનમાં એક ગુંદર બનાવતી ફેક્ટરીમાં શુક્રવારે બોઈલર ફાટી જતાં આ ઘટનામાં ઓછામાં ઓછા 15 કર્મચારીના મોતના અહેવાલ છે. જ્યારે અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે જણાવ્યું કે ફેક્ટરી મેનેજરની ધરપકડ કરી લેવામાં આવી છે અને માલિકની શોધખોળ ચાલુ કરી દેવાઈ છે. ઘટના બાદ માલિક ફરાર થઈ ગયો હતો. આ બોઇલર બ્લાસ્ટની ઘટના પંજાબના ફૈસલાબાદ શહેરમાં બની હતી. જોકે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક તંત્રના અધિકારી રાજા જહાંગીરે જણાવ્યું કે આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનાથી ફેક્ટરીની ઈમારત અને તેની આજુબાજુના ઘરોને પણ ભારે નુકસાન થયું હતું અને ફેક્ટરીમાં આગ લાગી ગઇ હતી. સ્થાનિક પોલીસ અધિકારી મોહમ્મદ અસલમે કહ્યું કે અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.
ઘટનાની જાણ થતાં પંજાબના મુખ્યમંત્રી મરીયમ નવાઝ શરીફે મૃતકો સંવેદના વ્યક્ત કરી હતી અને ઈજાગ્રસ્ત અધિકારીઓ માટે સારામાં સારી સારવાર સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો હતો. અગાઉ 2024માં પણ આ જ રીતે ફૈસલાબાદની એક કાપડની ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં એક ડઝનથી વધુ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા.
Related Articles
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ બનશે જીવનસાથી
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ...
Oct 05, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026