Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરતાં 3 ક્રિકેટર સહિત 10ના મોત

October 18, 2025

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદે ટેન્શન વધી ગયું છે. બંને દેશો વચ્ચે શુક્રવારે 48 કલાકના સીઝફાયર અંગે સહમતિ થયાના અમુક જ કલાક બાદ તાલિબાને પાકિસ્તાન પર અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલા કરવાનો આરોપ મૂક્યો. પાકિસ્તાને ડુરુન્ડ લાઈનની નજીક પક્તિકા પ્રાંતના અનેક જિલ્લાને નિશાન બનાવતા હવાઈ હુમલા કર્યા હતા. જ્યારે આ હુમલામાં 3 અફઘાની ક્રિકેટર્સ સહિત કુલ 10 લોકો મૃત્યુ પામી ગયા હતા. 

આ મામલે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ પાકિસ્તાનના હવાઈ હુમલામાં ત્રણ ક્રિકેટર્સ ગુમાવવા પર ગાઢ શોક વ્યક્ત કર્યો હતો.  આ દુઃખદ ઘટના પક્તિકા પ્રાંતના ઉરગુન જિલ્લામાં બની હતી જ્યાં પાકિસ્તાની એર સ્ટ્રાઈકમાં અફઘાની ક્રિકેટર કબીર, સિબગાતુલ્લા અને હારુન સહિત કુલ 10 લોકો મૃત્યુ પામી ગયા હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાની પણ માહિતી છે જેમાંથી ઘણાની હાલત નાજુક હવાથી મૃતકાંક વધવાની શક્યતા છે.