'SIR'ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ
December 10, 2025
દેશના 12 રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એસઆઈઆર ચાલી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે મંગળવારે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં બીએલઓને ધમકાવવા અને એસઆઈઆરના કામોમાં અવરોધ ઊભા કરવાની ઘટનાઓને અસ્વિકાર્ય ગણાવી હતી અને ચૂંટણી પંચને કહ્યું હતું કે, આ બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ. તેનો ઉકેલ નહીં આવે તો દેશમાં અરાજક્તા ફેલાઈ જશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆરની કામગીરી અને બીએલઓ દ્વારા આત્મહત્યા સંબંધિત કેસની સુનાવણી કરી હતી. સનાતની સંસદ સંગઠને દાખલ કરેલી અરજીમાં એસઆઈઆર પ્રક્રિયા પછી પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી પ્રકાશિત ના થાય ત્યાં સુધી પોલીસને ચૂંટણી પંચને અધિન કામ કરવાનો નિર્દેશ આપવા માગ કરાઈ હતી. સુપ્રીમને જણાવાયું કે, પશ્ચિમ બંગાળમાં બીએલઓ વિરુદ્ધ હિંસા વધી રહી છે. સ્થાનિક ગુંડાઓ તથા રાજકીય કાર્યકરો તરફથી તેમને સતત ધમકી આવામાં આવે છે, તેથી ત્યાં કેન્દ્રીય દળો તૈનાત કરવા જોઈએ. સુપ્રીમે આ મુદ્દે મમતા સરકારને નોટિસ પાઠવી હતી. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મતદાર યાદીમાં એસઆઈઆર કામમાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા સહયોગ ના કરવાની બાબતને ગંભીરતાથી લેવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે, રાજ્ય સરકારો સહયોગ ના કરતી હોય અને બીએલઓને ધમકાવતી હોય તો આવા કિસ્સા અમારા ધ્યાનમાં લાવો. અમે સરકારોને આદેશ આપીશું. કેટલીક રાજ્ય સરકારો દ્વારા એસઆઈઆરમાં સહયોગ નહીં કરવા અંગે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બેન્ચે ચૂંટણી પંચને કહ્યું કે, આ સ્થિતિનો ઉકેલ લાવો નહીં તો અરાજક્તા ફેલાઈ જશે. સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, સ્થિતિ બગડે તો પોલીસને પ્રતિનિયુક્તી પર તૈનાત કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. ચૂંટણી પંચે કહ્યું કે, તેની પાસે એસઆઈઆરના કામમાં લાગેલા બીએલઓ અને અન્ય અધિકારીઓને ધમકાવવાના કેસોનો ઉકેલ લાવવા માટે બધી જ બંધારણીય શક્તિઓ છે.
Related Articles
AAP સાંસદ અશોક મિત્તલ અને તેમની LPU યુનિવર્સિટી પર ઈડીના દરોડા, ડિજિટલ પુરાવા-મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા
AAP સાંસદ અશોક મિત્તલ અને તેમની LPU યુનિ...
Apr 15, 2026
નીરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: લંડનમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ગુપ્ત બેઠક, અંતિમ પ્રક્રિયા શરૂ
નીરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: લ...
Apr 15, 2026
અરુણાચલ મુદ્દે ફરી તણાવ: ભારતના વિરોધ બાદ ચીનનું નિવેદન કહ્યું, ‘ઝાંગનાન ચીનનો ભાગ’
અરુણાચલ મુદ્દે ફરી તણાવ: ભારતના વિરોધ બા...
Apr 15, 2026
મુંબઈના BKCમાં મેટ્રો કામ દરમિયાન મોટી દુર્ઘટના, ક્રેન પલટી જતાં બીમ ધરાશાયી
મુંબઈના BKCમાં મેટ્રો કામ દરમિયાન મોટી દ...
Apr 15, 2026
છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં 10ના મોત, 40થી વધુ શ્રમિકો દાઝ્યા
છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર...
Apr 14, 2026
Trending NEWS
છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર પ્લાન્ટમા...
14 April, 2026
ક્રિકેટ જગતમાં ખળભળાટ: શેન વોર્નનું મોત વેક્સિનના...
14 April, 2026
ઓસ્ટ્રેલિયાના કડક વિઝા નિયમોની અસર ભારતીય વિદ્યાર્...
14 April, 2026
હોર્મુઝ બ્લોકેડ: ક્રૂડ ઓઈલ 100 ડોલરને પાર, મંદી-મો...
14 April, 2026
કેનેડા તેના સંરક્ષણ બજેટનો 70 ટકા હિસ્સો અમેરિકન ક...
13 April, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમી: રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન,...
13 April, 2026
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલા...
13 April, 2026
નોઈડામાં પગાર વધારાની માંગ સાથે કર્મચારીઓએ કંપની અ...
13 April, 2026
ટ્રમ્પની ખુરશી જોખમમાં, માનસિક સ્થિતિ પર પણ ઉઠ્યા...
13 April, 2026
કેન્દ્ર સરકારે ડીઝલ પરની નિકાસ-ડ્યુટી વધારીને 55.5...
13 April, 2026