Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ચાર્લી કર્ક મર્ડર કેસ: શંકાસ્પદ આરોપીની ધરપકડ, ટ્રમ્પે પુષ્ટિ કરતાં કહ્યું- મોતની સજા આપીશું

September 12, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ( 12 સપ્ટેમ્બર ) જાહેરાત કરી છે કે રૂઢિવાદી કાર્યકર ચાર્લી કર્કના શંકાપસદ હત્યારાની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે બુધવારે યુટા વેલી યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં સેંકડો લોકોની ભીડની વચ્ચે ચાર્લીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે બાદથી જ સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સમગ્ર અમેરિકામાં દેશવ્યાપી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. 


ડોનાલ્ડ ટ્રમ્પે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પુષ્ટિ કરી છે કે શંકાસ્પદ હત્યારાની ધરપકડ કરવામાં આવી છે. આટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું છે કે હત્યારાની નજીકની વ્યક્તિએ જ સુરક્ષા એજન્સીઓને તેની ભાળ આપી હતી. આશા છે કે ચાર્લીના હત્યારાને મોતની સજા મળશે. નોંધનીય છે કે ચાર્લી કર્ક ડોનાલ્ડ ટ્રમ્પની ખૂબ ખાસ વ્યક્તિ તરીકે જાણીતા હતા.  નોંધનીય છે કે ચાર્લી કર્ક લેખક, પૉડકાસ્ટ હોસ્ટ તથા ટર્નિંગ પોઈન્ટ નામક વિદ્યાર્થી સંગઠનના સહ-સંસ્થાપક હતા. તેઓ સમગ્ર અમેરિકામાં પોતાના તેજાબી નિવેદનોના કારણે વાઈરલ હતા. તથા તેમની કટ્ટર વિચારધારાના કારણે લેફ્ટ વિચારધારાના લોકો સાથે તેમના અવાર-નવાર વિવાદ થતાં હતા. એવામાં એક યુનિવર્સિટીના કાર્યક્રમમાં હજારોની ભીડ વચ્ચે સ્નાઈપરથી ગોળી મારી તેમની હત્યા કરવામાં આવી હતી. 
FBIના જણાવ્યા અનુસાર હુમલાખોર કેમ્પસની છત પર પહોંચ્યો અને ગોળી ચલાવ્યા બાદ કૂદીને ભાગી ગયો હતો. બાદમાં તપાસ અધિકારીઓને પાસેલા જંગલ વિસ્તારમાંથી એક રાઈફલ મળી આવી હતી.