ગુજરાતના વાતાવરણમાં પલટો: અરવલ્લી અને ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત, બટાકા-ઘઉંના પાક પર જોખમ
January 31, 2026
ડાંગ : ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક વાતાવરણ પલટાયું છે અને અરવલ્લી સહિત ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) ખાબક્યો છે. ભરશિયાળે વરસેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાત ચિંતામાં મુકાયો છે.
અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ પંથકમાં વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ત્યારબાદ અચાનક વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ભરશિયાળે વરસાદ પડતા રસ્તાઓ ભીના થયા હતા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. માત્ર અરવલ્લી જ નહીં, દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદના અહેવાલ પ્રાપ્ત થયા છે.
આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. ખાસ કરીને માવઠાના કારણે રવિ પાક જેવા કે ઘઉં અને બટાકાના પાકમાં રોગચાળો (જીવાત અથવા ફૂગ) આવવાની ભીતિ સેવાઈ રહી છે. જો વરસાદી માહોલ લાંબો સમય ચાલશે તો પાક તૈયાર થવાના સમયે જ બગડવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
ડાંગ જિલ્લામાં સાપુતારા, આહવા અને વઘઈ પંથકમાં જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં નોંધાયા છે. આ ઉપરાંત સુરત અને વલસાડના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. બીજી તરફ કચ્છ જિલ્લાના લખપત અને નારાયણ સરોવર જેવા સરહદી વિસ્તારોમાં પણ અચાનક કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હોવાની માહિતી મળી છે.
હવામાન વિભાગે અગાઉ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની આગાહી કરી હતી. હવામાન નિષ્ણાતોના મતે, અરબી સમુદ્રમાં સર્જાયેલી ભેજવાળી સિસ્ટમને કારણે તાપમાનમાં ઘટાડો થશે અને આગામી 24 થી 48 કલાક દરમિયાન હજુ પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની શક્યતા છે.
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026