આંધ્ર-ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું 'અકવાન' વાવાઝોડું, 90 KMની ઝડપે પવન ફૂંકાયો
November 20, 2026
ઓડિશા, બંગાળ અને ઝારખંડમાં અતિભારે વરસાદની ચેતવણી
ભૂવનેશ્નર : બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું 'અકવાન' ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાને પાર કરી ચૂક્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું ગોપાલપુર નજીકના દરિયાકાંઠાના વિસ્તારમાંથી પસાર થયું છે. જોકે, દરિયાકાંઠો પાર કર્યા બાદ પણ તેની અસર ઓછી થઈ નથી. ઓડિશામાં 20 નવેમ્બરના રોજ કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં દક્ષિણ ભારતમાં વરસાદ અને ગાજવીજનો સિલસિલો યથાવત રહેશે, તો બીજી તરફ દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા છે.
પૂર્વ ભારતમાં 20 અને 21 નવેમ્બરના રોજ વરસાદનું જોર વધુ રહેવાની ધારણા છે. હવામાન વિભાગ મુજબ 20 નવેમ્બરે ઓડિશામાં વ્યાપક વરસાદ અને અમુક સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે, ત્યારબાદ 21 થી 23 નવેમ્બર દરમિયાન પણ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે. પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની વિસ્તારો અને ઝારખંડમાં 20 અને 21 નવેમ્બરે મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે, જેમાં 20 નવેમ્બરે કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 21 નવેમ્બરે બિહાર, ઝારખંડ અને ગંગાના મેદાની પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 20 થી 23 નવેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે, જેમાંથી 20 અને 21 નવેમ્બરે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
Related Articles
50 ટકાથી વધુ ફ્લાઈટ્સ રદ થતા DGCAએ ફટકારી કારણ બતાવો નોટિસ
50 ટકાથી વધુ ફ્લાઈટ્સ રદ થતા DGCAએ ફટકાર...
Nov 20, 2026
રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ગઢમાં જ ભાજપને ફટકો, 31માંથી 21 બેઠકો પર કોંગ્રેસની જીત
રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ગઢમાં જ ભાજપને...
Nov 20, 2026
ભારત આવેલા પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિકને તાજમહેલ જવાની પરવાનગી નહીં
ભારત આવેલા પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિ...
Nov 20, 2026
ઉદ્યોગપતિઓ પર PM મોદીએ કરેલો કટાક્ષ એ આરોપો નહીં, કબૂલાતનામું છેઃ રાહુલ ગાંધી
ઉદ્યોગપતિઓ પર PM મોદીએ કરેલો કટાક્ષ એ આર...
Nov 20, 2026
અમેરિકન કોર્ટનો NSA અજિત ડોભાલને સમન્સ પાઠવવાનો આદેશ
અમેરિકન કોર્ટનો NSA અજિત ડોભાલને સમન્સ પ...
Nov 20, 2026
યુપીના કન્નૌજ ડબલ મર્ડર : લૂંટના ઈરાદે દંપતીની હત્યા કરી પત્નીના મૃતદેહ પર 5 વાર દુષ્કર્મ કર્યું, આરોપીને પોલીસે ગોળીએ વિંધ્યો
યુપીના કન્નૌજ ડબલ મર્ડર : લૂંટના ઈરાદે દ...
Nov 18, 2026
Trending NEWS
18 November, 2026
18 November, 2026
18 November, 2026
18 November, 2026
18 November, 2026
18 November, 2026
17 November, 2026
17 November, 2026
17 November, 2026
17 November, 2026