Breaking News :
શેરબજારમાં હાહાકાર! સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટતાં રોકાણકારોના ₹6 લાખ કરોડ એક ઝાટકે સ્વાહા યુપીના કન્નૌજ ડબલ મર્ડર : લૂંટના ઈરાદે દંપતીની હત્યા કરી પત્નીના મૃતદેહ પર 5 વાર દુષ્કર્મ કર્યું, આરોપીને પોલીસે ગોળીએ વિંધ્યો ફિલિપાઈન્સ ક્વાડની બેઠક ફોટોસેશનમાં PM મોદીએ જમીન પર પડેલું તિરંગાવાળું સ્પોટ માર્કર ઉપાડી સૌનાં દિલ જીત્યાં કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનમાં સુમેળ માટે ફોર્સ-1 અને મહારાષ્ટ્ર ATS હવે એક જ કમાન્ડ હેઠળ કેનેડાનો મોટો નિર્ણય! 2027માં 2 લાખ લોકોને PR મેળવવામાં મદદ મળશે, પરંતુ કોને મળશે આ તક? સુરત-નવસારી વચ્ચે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, C-4 કોચનો કાચ તૂટતા મુસાફરોમાં ફફડાટ

વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એકઝાટકે ₹5800 તો સોનામાં ₹2900થી વધુનો કડાકો

November 18, 2026

વૈશ્વિક બજારના નબળા સંકેતો વચ્ચે સ્થાનિક વાયદા માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે. આજના કારોબારમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹2,998 અને ચાંદીમાં પ્રતિ કિલો ₹5,823નો જંગી ઘટાડો નોંધાતા રોકાણકારોમાં ખળભળાટ મચી ગયો છે.

માહિતી અનુસાર સોનું તેના જૂના બંધ ભાવ ₹1,34,223 સામે આજે ઘટીને ₹1,31,622ના સ્તરે ખૂલ્યું હતું. દિવસ દરમિયાન સોનાએ ઉપરમાં ₹1,31,979ની સપાટી બનાવી હતી, જ્યારે નીચામાં ₹1,31,225ના તળિયે પહોંચ્યું હતું. આમ, સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામે સીધો ₹2,998નો ઘટાડો જોવા મળ્યો છે.

બીજી તરફ, ચાંદીમાં પણ સોના કરતાં વધુ તીવ્ર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. ચાંદી તેના જૂના બંધ ભાવ ₹1,69,702 સામે આજે ₹1,67,301ના ભાવે ખૂલી હતી, જે આજનો તેનો ઊંચો સ્તર (હાઈ) પણ રહ્યો હતો. ત્યારબાદ બજારમાં વેચવાલી વધતા ચાંદી ગગડીને નીચામાં ₹1,63,879ના સ્તરે પહોંચી ગઈ હતી. આમ, ચાંદીમાં પ્રતિ કિલોએ એકઝાટકે ₹5,823નો કડાકો નોંધાયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલા આ કડાકા પાછળ મુખ્યત્વે અમેરિકાની નાણાકીય નીતિ જવાબદાર છે. અમેરિકન ડોલરમાં આવેલી મજબૂતી, અમેરિકામાં વ્યાજ દરો ઊંચા રહેવાની શક્યતા અને યુએસ બોન્ડ યીલ્ડમાં થયેલા વધારાને કારણે બુલિયન માર્કેટ પર દબાણ વધ્યું છે. આ ઉપરાંત, રોકાણકારો અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સની રાહ જોઈ રહ્યા છે અને ગોલ્ડ-બેક્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETF) માંથી પણ સતત ઉપાડ (આઉટફ્લો) થઈ રહ્યો હોવાથી સોના-ચાંદીના ભાવમાં આ મોટો ઘટાડો જોવા મળ્યો છે.