Breaking News :
શેરબજારમાં હાહાકાર! સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટતાં રોકાણકારોના ₹6 લાખ કરોડ એક ઝાટકે સ્વાહા યુપીના કન્નૌજ ડબલ મર્ડર : લૂંટના ઈરાદે દંપતીની હત્યા કરી પત્નીના મૃતદેહ પર 5 વાર દુષ્કર્મ કર્યું, આરોપીને પોલીસે ગોળીએ વિંધ્યો ફિલિપાઈન્સ ક્વાડની બેઠક ફોટોસેશનમાં PM મોદીએ જમીન પર પડેલું તિરંગાવાળું સ્પોટ માર્કર ઉપાડી સૌનાં દિલ જીત્યાં કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનમાં સુમેળ માટે ફોર્સ-1 અને મહારાષ્ટ્ર ATS હવે એક જ કમાન્ડ હેઠળ કેનેડાનો મોટો નિર્ણય! 2027માં 2 લાખ લોકોને PR મેળવવામાં મદદ મળશે, પરંતુ કોને મળશે આ તક? સુરત-નવસારી વચ્ચે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, C-4 કોચનો કાચ તૂટતા મુસાફરોમાં ફફડાટ

ફિલિપાઈન્સ ક્વાડની બેઠક ફોટોસેશનમાં PM મોદીએ જમીન પર પડેલું તિરંગાવાળું સ્પોટ માર્કર ઉપાડી સૌનાં દિલ જીત્યાં

November 18, 2026

ફિલિપીન્સની રાજધાની મનિલામાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ હતી. બંને નેતાઓ અહીં યોજાયેલી ક્વાડ (QUAD) બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠક બાદ ક્વાડ દેશોના નેતાઓ જ્યારે ફોટોસેશન માટે એકસાથે ઊભા રહ્યા, ત્યારે પીએમ મોદીએ જમીન પર પડેલું તિરંગાવાળું સ્પોટ માર્કર જાતે જ ઉપાડી લીધું હતું. રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો આદર દર્શાવતી તેમની આ ચેષ્ટાએ સૌનાં દિલ જીતી લીધાં હતાં.

ફોટોસેશન વખતે દરેક નેતાની જગ્યા નક્કી કરવા માટે જમીન પર સ્પોટ માર્કર મુકાયા હતા. તે સમયે ભારતના રાષ્ટ્રધ્વજ પર કોઈનો પગ ન પડે તેની વિશેષ તકેદારી રાખીને વડાપ્રધાને તરત જ તે માર્કર ઉપાડીને પોતાના ખિસ્સામાં મૂકી દીધું હતું. દેશના નેતાની આ નાની પણ સૂચક કાળજીની ચારેતરફ ભારે પ્રશંસા થઈ રહી છે.

બીજી તરફ, આ ક્વાડ બેઠક દરમિયાન સભ્ય દેશો વચ્ચે એક અત્યંત મહત્વનો કરાર પણ કરવામાં આવ્યો હતો. જેમાં રેર અર્થ ગણાતાં અને અત્યંત જરૂરી એવા ખનિજોનો પુરવઠો સતત જાળવી રાખવા માટે સભ્ય દેશો વચ્ચે ઐતિહાસિક સમજૂતી સાધવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી આ નવી સમજૂતીથી રેર અર્થ ખનિજો માટે અન્ય દેશો પર રહેલી નિર્ભરતા ઘટશે. ખાસ કરીને ચીન પરનું અવલંબન ઘટાડવામાં ક્વાડ દેશોનો આ કરાર ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.