કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનમાં સુમેળ માટે ફોર્સ-1 અને મહારાષ્ટ્ર ATS હવે એક જ કમાન્ડ હેઠળ
November 18, 2026
આતંકવાદી ગતિવિધિઓ સામે વધુ અસરકારક રીતે લડવા અને ઓપરેશન દરમિયાન ઝડપી નિર્ણયો લેવા માટે મહારાષ્ટ્ર સરકારે સુરક્ષા માળખામાં મોટો ફેરફાર કર્યો છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) મુજબ, હવે રાજ્યનું વિશેષ એન્ટી-ટેરરિઝમ કમાન્ડો યુનિટ 'ફોર્સ-1' મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) હેઠળ કાર્યરત રહેશે. આ નિર્ણયથી કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશન દરમિયાન બંને સુરક્ષા સંસ્થાઓ એક જ કમાન્ડ હેઠળ કામ કરશે, જેથી તેમની વચ્ચે બહેતર સુમેળ જળવાઈ રહે.
મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલા બાદ સુરક્ષામાં મોટો બદલાવ કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં આવા હુમલા સમયે નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ (NSG) કે અન્ય સ્પેશિયલ ફોર્સની રાહ જોવી ન પડે અને તાત્કાલિક વળતો પ્રહાર કરી શકાય તે હેતુથી મહારાષ્ટ્ર સરકાર દ્વારા ફોર્સ-1ની રચના કરવામાં આવી હતી. આ કમાન્ડો યુનિટ અત્યાર સુધી એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) રેન્કના અધિકારીના નેતૃત્વમાં કામ કરતું હતું.
જોકે, ATS અને ફોર્સ-1 બંનેનું મુખ્ય કાર્ય આતંકવાદી પ્રવૃત્તિઓને ડામવાનું છે અને તેમની જવાબદારીઓ પણ લગભગ એકસમાન છે. અત્યાર સુધી આ બંને એજન્સીઓ અલગ-અલગ સિનિયર ઓફિસર્સના આદેશ હેઠળ કામ કરતી હતી. પરંતુ, કટોકટીના સમયે અને આતંકવાદ વિરોધી ઓપરેશનમાં સંયુક્ત નેતૃત્વ હેઠળ કામ કરવું વધુ જરૂરી હોવાથી ગૃહ વિભાગે તેમને એક જ છત્ર નીચે લાવવાનો નિર્ણય લીધો છે.
આ નવા માળખા હેઠળ હવે આ બંને મહત્વની સંસ્થાઓ એક જ અધિકારીના નેતૃત્વમાં પોતાના ઓપરેશન પાર પાડશે. તમામ વહીવટી ફેરફારો બાદ ફોર્સ-1 યુનિટનો સમગ્ર કારભાર મહારાષ્ટ્ર ATSને સોંપી દેવામાં આવ્યો છે અને હવે આ યુનિટ ATS સાથે મળીને મુંબઈ સ્થિત હેડક્વાર્ટરથી જ કાર્યરત રહેશે.
Related Articles
યુપીના કન્નૌજ ડબલ મર્ડર : લૂંટના ઈરાદે દંપતીની હત્યા કરી પત્નીના મૃતદેહ પર 5 વાર દુષ્કર્મ કર્યું, આરોપીને પોલીસે ગોળીએ વિંધ્યો
યુપીના કન્નૌજ ડબલ મર્ડર : લૂંટના ઈરાદે દ...
Nov 18, 2026
'અકવાન' વાવાઝોડાના ખતરાને પગલે આંધ્રપ્રદેશ સહિત 4 રાજ્યોમાં એલર્ટ, 20મીએ 145 કિમીની ઝડપે ફૂંકાવાની શક્યતા
'અકવાન' વાવાઝોડાના ખતરાને પગલે આંધ્રપ્રદ...
Nov 17, 2026
દિલ્હીના કસ્તૂરબા નગરમાં મકાનની છત ધરાશાયી થતાં 3 વર્ષના બાળક સહિત 2નાં મોત, 6 લોકો ફસાયાની આશંકા
દિલ્હીના કસ્તૂરબા નગરમાં મકાનની છત ધરાશા...
Nov 17, 2026
ઈંધણ અને વીજળીના ભાવમાં ઉછાળાથી ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 12.29 ટકા થયો
ઈંધણ અને વીજળીના ભાવમાં ઉછાળાથી ઓક્ટોબરમ...
Nov 17, 2026
આસામ અને જૂનાગઢમાં ગોઝારા માર્ગ અકસ્માત: કથાકાર મોરારીબાપુએ મૃતકોના પરિવારજનો માટે કરી આર્થિક સહાયની જાહેરાત
આસામ અને જૂનાગઢમાં ગોઝારા માર્ગ અકસ્માત:...
Nov 17, 2026
ઉત્તરાખંડમાં બે માર્ગ અકસ્માતમાં : રુદ્રપ્રયાગમાં બોલેરો અને ઋષિકેશમાં બસ ખાબકતાં 12નાં કમકમાટીભર્યા મોત
ઉત્તરાખંડમાં બે માર્ગ અકસ્માતમાં : રુદ્ર...
Nov 17, 2026
Trending NEWS
17 November, 2026
17 November, 2026
17 November, 2026
17 November, 2026
17 November, 2026
16 November, 2026
16 November, 2026
16 November, 2026
16 November, 2026
16 November, 2026