Breaking News :
શેરબજારમાં હાહાકાર! સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટતાં રોકાણકારોના ₹6 લાખ કરોડ એક ઝાટકે સ્વાહા યુપીના કન્નૌજ ડબલ મર્ડર : લૂંટના ઈરાદે દંપતીની હત્યા કરી પત્નીના મૃતદેહ પર 5 વાર દુષ્કર્મ કર્યું, આરોપીને પોલીસે ગોળીએ વિંધ્યો ફિલિપાઈન્સ ક્વાડની બેઠક ફોટોસેશનમાં PM મોદીએ જમીન પર પડેલું તિરંગાવાળું સ્પોટ માર્કર ઉપાડી સૌનાં દિલ જીત્યાં કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનમાં સુમેળ માટે ફોર્સ-1 અને મહારાષ્ટ્ર ATS હવે એક જ કમાન્ડ હેઠળ કેનેડાનો મોટો નિર્ણય! 2027માં 2 લાખ લોકોને PR મેળવવામાં મદદ મળશે, પરંતુ કોને મળશે આ તક? સુરત-નવસારી વચ્ચે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, C-4 કોચનો કાચ તૂટતા મુસાફરોમાં ફફડાટ

સુરત-નવસારી વચ્ચે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, C-4 કોચનો કાચ તૂટતા મુસાફરોમાં ફફડાટ

November 18, 2026

દેશની અત્યાધુનિક ગણાતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ગુજરાતમાં ફરી એકવાર પથ્થરમારાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર 10 દિવસના ટૂંકા સમયગાળામાં બીજી વખત વંદે ભારત ટ્રેનને નિશાન બનાવવામાં આવતા મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન પર સુરત અને નવસારી વચ્ચે આવેલા સચિન રેલવે સ્ટેશન નજીક અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓમાં ભારે ડર અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે, મંગળવારે (17 નવેમ્બર) સાંજે અંદાજે 5:23 વાગ્યાના સુમારે જ્યારે વંદે ભારત એક્સપ્રેસ સુરતથી નવસારી તરફ પસાર થઈ રહી હતી, તે દરમિયાન સચિન રેલવે સ્ટેશન પાસે કોઈ અજાણ્યા શખ્સે ચાલતી ટ્રેન પર પથ્થર ફેંક્યો હતો. પથ્થર ટ્રેનના C-4 કોચની બારી પર જોરથી અથડાતાં અંદર બેઠેલા મુસાફરો ગભરાઈને ચોંકી ઉઠ્યા હતા. આ પથ્થરમારાના કારણે C-4 કોચની બારીનો બહારનો કાચ તૂટ્યો હતો. જોકે, સદનસીબે બારીનો અંદરનો કાચ સંપૂર્ણપણે સુરક્ષિત રહેતા કોચમાં બેઠેલા કોઈ પણ મુસાફરને ઈજા પહોંચી ન હતી.નકશા જુઓ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. રેલવે તંત્ર દ્વારા આ મામલે સચિન પોલીસ સ્ટેશન અને RPFમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ સત્તાવાર ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. ચાલતી ટ્રેન પર પથ્થરમારો કરીને મુસાફરોના જીવ જોખમમાં મૂકનારા આવા અસામાજિક તત્ત્વોને વહેલી તકે ઝડપી પાડવા માટે રેલવે સુરક્ષા દળ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

સુરત અને તેની આસપાસના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ અગાઉ પણ અનેકવાર સામે આવી ચૂકી છે. અવારનવાર બનતી આવી ઘટનાઓથી રેલવે પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા પર પણ મોટા પ્રશ્નાર્થ ચિહ્નો મુકાઈ રહ્યા છે. વારંવાર બનતી આ પ્રકારની શંકાસ્પદ ઘટનાઓ પાછળ કોઈ ચોક્કસ માનસિકતા છે કે કોઈ બદમાશોની મસ્તી છે, તે દિશામાં પણ એજન્સીઓ તપાસ કરી રહી છે.