હું ખોટો હોઉં તો CCTV ફૂટેજ જાહેર કરો: ચૂંટણીમાં 'મેચ ફિક્સિંગ' મુદ્દે રાહુલનો પડકાર
June 08, 2025
અખબારોમાં લેખ લખીને શા માટે જવાબ માંગી રહ્યા છો? - ECI સૂત્રો
બેંગલુરૂ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગયા વર્ષે મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિના આરોપોને ચૂંટણી પંચના સૂત્રો દ્વારા નકારવામાં આવ્યા બાદ આજે તેના પર પલટવાર કર્યો છે. આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે, 'છુપાવવાથી તેની વિશ્વસનીયતા સુરક્ષિત નહીં રહે, પરંતુ સત્ય બોલવાથી બચશે.'
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક અખબારમાં લેખ લખીને આરોપ લગાવ્યો કે, '2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લોકશાહીમાં ધાંધલીનો બ્લુપ્રિન્ટ હતી. તેમણે દાવો કર્યો કે આ 'મેચ ફિક્સિંગ' હવે બિહારમાં પણ થશે અને પછી તે જગ્યાઓ પર પણ આવું જ કરવામાં આવશે, જ્યાં ભારતીય જનતા પાર્ટી (BJP) હારી રહી હશે.'
ચૂંટણી પંચના સૂત્રોએ આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કરતા કર્યું કે, 'આયોગને સીધો પત્ર લખવાને બદલે કોંગ્રેસ નેતા અખબારોમાં લેખો દ્વારા જવાબ શા માટે માંગી રહ્યા છે?'
ECI ના એક પદાધિકારીએ કહ્યું, 'આ ખૂબ જ વિચિત્ર વાત છે કે ગયા વર્ષે 24 ડિસેમ્બરે આયોગ દ્વારા કોંગ્રેસને લખવામાં આવેલા વિસ્તૃત પત્ર છતાં રાહુલ ગાંધી વારંવાર પોતાની નિરાધાર શંકાઓના જવાબ માંગવા માટે મીડિયા સાથે વાત કરી રહ્યા છે અને લખી રહ્યા છે.'
તેમણે એ પણ જણાવ્યું કે, ચૂંટણી પંચે છ રાષ્ટ્રીય પાર્ટીઓ સાથે વાતચીત માટે તેમને અલગ-અલગ આમંત્રિત કર્યા હતા અને કોંગ્રેસ સિવાયની બાકી બધી પાર્ટીઓએ ચૂંટણી અધિકારીઓ સાથે મુલાકાત કરી. કોંગ્રેસે ચૂંટણી પંચ દ્વારા 15 મેના રોજ પ્રસ્તાવિત બેઠક રદ કરી દીધી હતી.
અધિકારીએ વધુમાં કહ્યું કે, 'આ સ્પષ્ટ નથી કે રાહુલ ગાંધી પોતે ચૂંટણી પંચને પત્ર લખીને જવાબ મેળવવાથી શા માટે કતરાઈ રહ્યા છે. તેમજ રાહુલ ગાંધીએ સૂત્રોના આધારે તેમના પ્રશ્નોના જવાબ આપવા માટે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે.'
Related Articles
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026