અમેરિકાના અનેક ફાઈટર જેટ્સ તોડી પાડ્યા! ઈરાનના દાવાથી સમગ્ર વિશ્વ ચોંક્યું
July 17, 2026
અમેરિકા-ઈરાનનું યુદ્ધ ભયાનક તબક્કે પહોંચી ગયું છે. બંને દેશો એકબીજા પર ભારે હુમલાઓ કરી રહ્યા છે. તાજેતરમાં અમેરિકાએ ઈરાનની રાજધાની તહેરાનમાં અનેક ઠેકાણાઓ પર હુમલાઓ કર્યા હતા. ત્યારે ઈરાને વળતો જવાબ આપીને જોર્ડનમાં તહેનાત અમેરિકન ફાઈટર જેટ પર મિસાઈલો અને ડ્રોનથી હુમલો કરીને તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે.
ઈરાની સેનાએ દાવો કર્યો છે કે, તેણે અમેરિકાના ફાઈટર જેટ્સમાં ફ્યૂલ ભરનારા અનેક વિમાનો અને ફાઈટર જેટ્સને ધ્વસ્ત કરી દીધા છે. આ હુમલામાં અનેક લોકોને ગંભીર નુકસાન પહોંચ્યું હોવાનો પણ દાવો કર્યો છે. ઈરાને જોર્ડનની પ્રજાને વિનંતી કરી છે કે, તેઓ તેમના દેશમાં ઈસ્લામ વિરોધી અમેરિકન હિતોનો વિરોધ કરે. ઈરાની મીડિયા રિપોર્ટ મુજબ, ઈરાની સેનાએ કહ્યું કે, તેઓએ ઈરાનમાં ઈરાની સૈનિકોની હત્યાનો બદલો લેવા માટે સીરિયાના અલ-તનફમાં એક અમેરિકન કમાન્ડ સેન્ટર પર પણ હુમલો કર્યો હતો. જોકે આ દાવા પર હજુ સુધી પુષ્ટી થઈ નથી. આ મામલે સીરિયાઈ સરકાર અને અમેરિકન સેના તરફથી પણ કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
અમેરિકાએ ઈરાન પર હુમલાઓ વધારી ત્યાં પુલો અને વીજળી પ્રોજેક્ટોને નિશાન બનાવ્યા છે. આ ઉપરાંત ઈરાનના સૌથી મહત્ત્વના પોર્ટ પર ધડાધડ મિસાઈલ હુમલો કરીને એક ટાવરને પણ ધ્વસ્ત કરી દીધો છે. આ હુમલો અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ કરવામાં આવ્યો છે. ટ્રમ્પે ઈરાન પર દબાણ વધારવા માટે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવાની વાત કહી હતી. ઈરાને હોર્મુઝ જળમાર્ગ પર નાકાબંધી કરી રાખી છે, જેને અટકાવવા માટે અમેરિકા ઈરાન પર હુમલાઓ કરી રહ્યું છે.
Related Articles
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વ...
Sep 26, 2026
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ, કોંગો સૈન્યના બે મોટા અધિકારી સહિત 14ના મોત
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લ...
Sep 26, 2026
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026