'ભેદભાવભર્યું વલણ ક્યારેય સ્વીકાર્ય નથી...' પુતિને અમેરિકાના વલણની ટીકા કરી
August 31, 2025
ભેદભાવયુક્ત પ્રતિબંધો સ્વીકાર્ય નથી, SCOના ઇતિહાસમાં નોંધનીય પગલું સાબિત થશે
: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનમાં શાંધાઈ શિખર સંમેલનમાં ભાગ લેવા ગયા છે. જ્યાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પણ પહોંચ્યા છે. રશિયા-ચીન અને ભારત એક મંચ પર આવતાં અમેરિકા અને પાકિસ્તાનમાં ખળભળાટ જોવા મળ્યો છે. આ સમિટમાં ભાગ લેતાં પહેલાં જ રશિયાના પ્રમુખ પુતિને અમેરિકાના બેવડા વલણની ટીકા કરી હતી. તેમણે અમેરિકાને આકરો સંદેશ આપ્યો છે કે, અમને અમેરિકાનો ભેદભાવયુક્ત પ્રતિબંધ સ્વીકાર્ય નથી.
પુતિને કહ્યું કે, 31 ઓગસ્ટથી ચીનના તિયાનજિનમાં શરૂ થનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં નવી તાકાત ઉમેરાશે. આ સમિટ સમકાલીન પડકારો અને જોખમોનો સામનો કરવાની SCOની ક્ષમતાને મજબૂત બનાવશે અને સંયુક્ત યુરેશિયન ક્ષેત્રમાં એકતાને વધુ મજબૂત બનાવશે. બેઇજિંગમાં સમિટ અને ચીનના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાતની પૂર્વસંધ્યાએ પુતિને આ નિવેદન આપ્યું હતું.
અમેરિકન પ્રમુખ પર નિશાન સાધતા રશિયન પ્રમુખે કહ્યું કે અમે વૈશ્વિક મુદ્દાઓને ઉકેલવા માટે BRICS જૂથને મજબૂત બનાવવા માટે એકજૂટ છીએ. કોઈપણ પ્રકારના ભેદભાવપૂર્ણ પ્રતિબંધો સ્વીકારી શકાતા નથી. આવા પ્રતિબંધો કોઈપણ દેશના આર્થિક વિકાસમાં અવરોધ ઉભા કરી રહ્યા છે. કોઈપણ દેશ માટે આ સ્થિતિ સ્વીકાર્ય નથી. આ બધું વધુ ન્યાયી વિશ્વ વ્યવસ્થાને આકાર આપવામાં મદદ કરશે. SCOનું આકર્ષણ તેના સરળ પણ શક્તિશાળી સિદ્ધાંતોમાં રહેલું છે.
આ સિદ્ધાંતોમાં સમાન સહયોગ માટે તૈયાર, કોઈપણ તૃતીય પક્ષને લક્ષ્ય ન બનાવવું અને દરેક રાષ્ટ્રની રાષ્ટ્રીય લાક્ષણિકતાઓ અને વિશિષ્ટતનો આદર સમાવિષ્ટ છે. આ મૂલ્યોને અપનાવીને, SCO વધુ ન્યાયી વિશ્વ વ્યવસ્થાને આકાર આપવામાં ફાળો આપે છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રીય સંકલન ભૂમિકા પર આધારિત છે.
આગળ પુતિને કહ્યું, 'આ વૈશ્વિક અભિગમનું મુખ્ય તત્વ યુરેશિયામાં સમાન અને અવિભાજ્ય સુરક્ષાના માળખાનું નિર્માણ છે, જેમાં SCO સભ્ય દેશો વચ્ચે ગાઢ સંકલન પણ શામેલ છે. મને વિશ્વાસ છે કે, અમારા સંયુક્ત પ્રયાસો SCOમાં નવી ઉર્જા ભરશે, અને સમયની માગ અનુસાર તેનું આધુનિકીકરણ કરીશું.' સિન્હુઆના અહેવાલ મુજબ, પુતિને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તિયાનજિન સમિટ SCO ના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. રશિયા અને ચીનના પ્રમુખ દ્વારા જાહેર કરાયેલી પ્રાથમિકતાઓને સંપૂર્ણ સમર્થન આપે છે, જે SCO ને મજબૂત બનાવવા, તમામ ક્ષેત્રોમાં સહયોગને ગાઢ બનાવવા અને વૈશ્વિક મંચ પર સંગઠનની ભૂમિકા વધારવા પર કેન્દ્રિત છે.
Related Articles
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ બનશે જીવનસાથી
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ...
Oct 05, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026