ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વિઝા નિયમ બદલ્યાં, નવા અરજદારો પાસેથી 88 લાખ રૂપિયા ફી વસૂલાશે
September 20, 2025
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. કેટલાક H-1B વિઝા ધારકો હવે નોન-ઇમિગ્રન્ટ વર્કર તરીકે સીધા અમેરિકામાં નહીં પ્રવેશી શકે. દરેક નવી અરજી સાથે 100,000 ડૉલર એટલે કે 88 લાખ રૂપિયાથી વધુની ફી ચૂકવવાની રહેશે.
આ નવી 100,000 ડૉલરની ફી કંપનીઓ માટે ખર્ચમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. જ્યારે મોટી ટેક કંપનીઓ માટે આ મોટી સમસ્યા નહીં હોય, જે સામાન્ય રીતે ટોચના પ્રોફેશનલ પાછળ ભારે ખર્ચ કરે છે. જોકે આ ફીને કારણે તે નાની ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ પર દબાણ વધશે.
વ્હાઇટ હાઉસના સ્ટાફ સેક્રેટરી વિલ શાર્ફે કહ્યું, "H-1B નોન-ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ સૌથી વધુ દુરુપયોગ થતી વિઝા સિસ્ટમમાંની એક છે. આ વિઝાનો હેતુ હાઈ સ્કિલ્ડ ધરાવતા વ્યક્તિઓને અમેરિકામાં કામ કરવાની મંજૂરી આપવાનો છે, એવી નોકરીઓ ભરવાનો છે જે અમેરિકન કર્મચારી કરી નથી શકતા. અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે, "મોટી ટેક કંપનીઓ અથવા અન્ય મોટી કંપનીઓ હવે વિદેશી કામદારોને તાલીમ નહીં આપશે. તેમણે સરકારને 100,000 ડૉલર ચૂકવવા પડશે અને પછી કર્મચારીને પણ ચૂકવણી કરવી પડશે. જે આર્થિક રીતે નુકસાનકારક સાબિત થશે. જો તમે કોઈને તાલીમ આપવા જઈ રહ્યા છો, તો અમારી મહાન યુનિવર્સિટીઓમાંથી તાજેતરમાં સ્નાતક થયેલા અમેરિકન વિદ્યાર્થીઓને તાલીમ આપો, અમેરિકનોને નોકરી માટે તૈયાર કરો અને અમારી નોકરીઓ છીનવી લેવા માટે બહારના લોકોને લાવવાનું બંધ કરો. આ જ નીતિ છે અને તમામ મોટી કંપનીઓ તેની સાથે છે.''
Related Articles
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ બનશે જીવનસાથી
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ...
Oct 05, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026