જામનગરમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, પંજાબના ચાર શખસોને 83 લાખના હેરોઈન સાથે ઝડપાયા
February 07, 2026
જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા ચલાવવામાં આવી રહેલા 'નો ડ્રગ્સ ઇન જામનગર' અભિયાન હેઠળ પોલીસને મોટી સફળતા મળી છે. જામનગરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) શાખાએ મોટી ખાવડી વિસ્તારમાં ચાલતા નશીલા પદાર્થોના મોટા નેટવર્કને તોડી પાડી, પંજાબથી હેરોઈનનો જથ્થો સપ્લાય કરવા આવેલા ચાર શખસોની ધરપકડ કરી છે. એસ.ઓ.જી.ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી ખાવડી ગામે આવેલી હોટલ 666માં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન હોટલમાં ઉતરેલા ચાર પંજાબી શખ્સો પાસેથી નશાકારક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલ મુદ્દામાલ 418 ગ્રામ હેરોઈન, જેની બજાર કિંમત આશરે 83,60,000 રૂપિયા છે. પોલીસે વિશાલસિંગ, હરપ્રીતસિંગ, બિક્રમજીતસિંગ અને જગદિપસિંગની ધરપકડ છે. આ ઉપરાંત મેઘપર (પડાણા) પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ હેરોઈનનો જથ્થો અમૃતસરના રહેવાસી ફિલિપ્સ ઉર્ફે ફૌજી નામના શખસે સપ્લાય કર્યો હોવાનું ખૂલ્યું છે. પોલીસ દ્વારા ફિલિપ્સ ઉર્ફે ફૌજીને ફરાર જાહેર કરી, પંજાબના મુખ્ય સપ્લાયર સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
Related Articles
ગુજરાતનું રાજકીય દાન: ₹309 કરોડમાંથી ₹308 કરોડ એકલા ભાજપના ફાળે, બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોનો દબદબો
ગુજરાતનું રાજકીય દાન: ₹309 કરોડમાંથી ₹30...
Mar 28, 2026
અમદાવાદમાં લોનના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ, આણંદના 4ની ધરપકડ
અમદાવાદમાં લોનના નામે લાખોની છેતરપિંડી આ...
Mar 27, 2026
સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને સ્થાને 'ત્રિશૂળ' બનશે નવી ઓળખ
સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલા...
Mar 27, 2026
નવસારીમાં માનવતા શર્મસાર... સાવકા પિતાએ બે સગીર દીકરીઓને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
નવસારીમાં માનવતા શર્મસાર... સાવકા પિતાએ...
Mar 25, 2026
વડોદરામાં પેટ્રોલ પંપો પર પોલીસનો પહેરો, અફવાઓથી ન ગભરાવા લાઉડ સ્પીકર દ્વારા કરાઈ અપીલ
વડોદરામાં પેટ્રોલ પંપો પર પોલીસનો પહેરો,...
Mar 24, 2026
Trending NEWS
IPL પહેલા જ થાલા 'આઉટ'! ઈજાના કારણે ધોનીને બે સપ્ત...
28 March, 2026
દુબઈમાં અનરાધાર વર્ષા : ઝરણાઓમાં પૂર વાહન : વ્યવહા...
27 March, 2026
અમદાવાદમાં લોનના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગન...
27 March, 2026
સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને...
27 March, 2026
ઇઝરાયલ ફરી ઇરાન પર તૂટી પડયું : શસ્ત્રો બનાવતા કાર...
27 March, 2026
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્મ...
27 March, 2026
હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવા...
27 March, 2026
ચીને તાઇવાન સરહદે તહેનાત કર્યા ઘાતક 'હથિયાર', વધુ...
27 March, 2026
ઓસ્ટ્રેલિયામાં 470 સર્વિસ સ્ટેશનો પર ઈંધણ ખતમ, PMએ...
27 March, 2026
નેપાળમાં 'બાલેન યુગ': ભારત સાથે ખાસ કનેક્શન ધરાવતા...
27 March, 2026