દુબઈથી હોંગકોંગ આવતું વિમાન રન-વેથી લપસી દરિયામાં ગરકાવ, 2ના મોત
October 20, 2025
દુબઈથી ઉડાન ભરનાર એક બોઈંગ 747 કાર્ગો વિમાન સોમવારે (20 ઓક્ટોબર) વહેલી સવારે હોંગકોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે રનવે પરથી લપસીને સમુદ્રમાં ખાબક્યું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર ચાર લોકોમાંથી બેના મોત થયા છે, જ્યારે અન્ય બેને બચાવી લેવાયા છે. દુર્ઘટના એટલી ગંભીર હતી કે વિમાનનો અડધો ભાગ તૂટીને સમુદ્રમાં ગરકાવ થઈ ગયો હતો.
પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 3:50 વાગ્યે બની હતી. વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પર નિયંત્રણ ગુમાવી બેઠું અને સીધું નજીકના સમુદ્રમાં જઈને પડ્યું. ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ પર મોટા પાયે કટોકટી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે બે લોકોને બચાવી લેવાયા છે, પરંતુ અન્ય બે લોકોના મોત થયા છે.
આ દુર્ઘટના બાદ હોંગકોંગ એરપોર્ટના વ્યસ્ત એવા ઉત્તરી રનવેને તાત્કાલિક બંધ કરી દીધો છે, જેના કારણે કેટલીક ફ્લાઇટ્સના સંચાલન પર અસર પડી શકે છે. જોકે, એરપોર્ટના દક્ષિણ અને મધ્ય રનવે કાર્યરત છે. બીજી તરફ, અમીરાત (Emirates) એરલાઇન્સે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, ફ્લાઇટ EK9788 દુર્ઘટનાગ્રસ્ત થઈ છે, પરંતુ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. જોકે, એરપોર્ટ ઓથોરિટીના મૃત્યુના આંકડા આ નિવેદનથી વિરોધાભાસી છે, જેના કારણે હાલ પરિસ્થિતિ અસ્પષ્ટ છે.
Related Articles
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ બનશે જીવનસાથી
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ...
Oct 05, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026