Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રશિયામાં ફરી ભૂકંપ : 7.4ની તીવ્રતા, ઉત્તર-પૂર્વમાં કામાશ્યટકા દ્વિપકલ્પ ફરી ધ્રુજી ઉઠયો

September 13, 2025

- તીવ્ર સુનામીની સંભાવનાની ચેતવણી જાહેર કરાઈ
મોસ્કો : રશિયાના પૂર્વના ઉત્તરતળ ભાગે આવેલા કામાશ્યટકા દ્વિપકલ્પમાં આજે શનિવારે ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ આવતાં સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. અમેરિકાનાં જીયોલોજિકલ સર્વે (યુએસજીએસ) જણાવે છે કે, આ ભૂકંપ પેટ્રોપાવલોવસ્ક-કામયત્સ્કીથી ૬૯ માઇલ દૂર ૩૯.૫ મીટરની ઊંડાઈએ જ શરૂ થયો હતો. આ ભૂકંપ પછી તુર્તજ સ્થાનિક અધિકારીઓએ સુનામીની ચેતવણી જાહેર કરી દીધી હતી.
આ વિસ્તારના ગવર્નર વ્લાદીમીર સોલોદોવે પોતાની 'ટેલીગ્રામ-ચેનલ' પર જણાવ્યું કે, સુનામીની ચેતવણી જારી કરાઈ છે. નાગરિકોને તથા સહેલાણીઓને સમુદ્રતટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.


જાપાનની વિજ્ઞાાન એજન્સીનો હવાલો આપતાં એન.એચ.કે. વર્લ્ડ જણાવે છે કે, કામાશ્યટકામાં થયેલા ભૂકંપને લીધે ઉત્તરના ટાપુઓના સમુદ્રતટે મામૂલી 'ચઢાવ-ઉતાર' વાળા મોજાં અથડાયા હતા. જોકે કોઈ નુકસાનની ભીતિ નથી. રશિયાની સરકારી સમાચાર સંસ્થા 'રિયા-નોવોસી' જણાવે છે કે, આ ભૂકંપ ૩૦ જુલાઈએ કામાશ્યટકા દ્વિપકલ્પમાં આવેલા ૮.૮ની તીવ્રતા પ્રબળ ભૂકંપ પછી શરૂ થયેલી ભૂકંપની શ્રેણી પૈકીનો એક હોઈ શકે. આ ભૂકંપની તીવ્રતા ૩૦મી જુલાઈના ભૂકંપની તીવ્રતા કરતાં ઓછી હતી, પરંતુ તે માત્ર ૧૨ માઇલની જ ઊંડાઈએ શરૂ થયો હોવાથી ધુ્રજારીઓ વધુ લાગતી હતી અને જોરદાર સુનામી પણ આવવાની શક્યતા વધી ગઈ હતી.