અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તિબેટ સહિત ભારતના આ રાજ્યમાં ભૂકંપ, જાણો કેટલી રહી તીવ્રતા
July 19, 2025
ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર 10 કિ.મી. ઊંડે હતું. આ ઉપરાંત અફઘાનિસ્તાન, મ્યાનમાર અને તિબેટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનમાં 4.2 અને 4.0 ની તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. તેનું કેન્દ્ર અનુક્રમે 190 કિમી અને 125 કિ.મી. હતું. આ દરમિયાન તિબેટમાં 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેનું કેન્દ્ર 10 કિ.મી. ઊંડે હતું. જ્યારે મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 હતી અને તેનું કેન્દ્ર જમીનથી 105 કિ.મી. ઊંડે હતું. બુધવાર-ગુરુવારે રાત્રે હરિયાણાના રોહતકમાં ભૂકંપ આવ્યો હતો અને ગુરુવારે બપોરે, ઝજ્જરમાં ભૂકંપને કારણે ધરાં ધ્રુજી ઉઠી હતી. હરિયાણાના રોહતકમાં ભૂકંપની તીવ્રતા 3.3 માપવામાં આવી હતી અને ઝજ્જરમાં ભૂકંપની તીવ્રતા 2.5 માપવામાં આવી હતી. જોકે, આ બંને ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. જ્યારે પૃથ્વીની સપાટી નીચે ટેક્ટોનિક પ્લેટો અથડાય છે, સરકે છે અથવા અલગ થાય છે ત્યારે ભૂકંપ આવે છે. પૃથ્વીનો બાહ્ય સ્તર, જેને ક્રસ્ટ કહેવાય છે, તે અનેક વિશાળ ટેક્ટોનિક પ્લેટોમાં વહેંચાયેલો છે. આ પ્લેટો ધીમી ગતિએ આગળ વધતી રહે છે. જ્યારે તેમની વચ્ચે અથડામણ, લપસણ અથવા જગ્યા બને છે, ત્યારે ઉત્પન્ન થતી ઊર્જા ભૂકંપના તરંગોના સ્વરૂપમાં મુક્ત થાય છે, જેના કારણે પૃથ્વી ધ્રુજે છે અને ભૂકંપ આવે છે.
Related Articles
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય:...
May 07, 2026
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના...
May 07, 2026
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હ...
May 07, 2026
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હે...
May 06, 2026
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર...
May 06, 2026
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માં...
May 06, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026