અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજને કારણે 46 ડિગ્રી તાપમાનનો અનુભવ, 6 કરોડ લોકો માટે એલર્ટ જાહેર
July 01, 2026
અમેરિકાના પૂર્વીય અને મધ્ય વિસ્તારોમાં આ વર્ષની સૌથી ભયંકર ગરમી પડી રહી છે, જેના કારણે સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે. રાષ્ટ્રીય હવામાન સેવા દ્વારા આપવામાં આવેલી ચેતવણી અનુસાર વાતાવરણમાં ભેજનું પ્રમાણ અત્યંત વધારે હોવાથી લોકોને 115 ડિગ્રી ફેરનહીટ એટલે કે લગભગ 46 ડિગ્રી સેલ્સિયસ જેટલી આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં દેશના 18 જેટલા રાજ્યોમાં ગરમીના તમામ જૂના રેકોર્ડ તૂટી જવાની શક્યતા છે. આ ખતરનાક સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં 6 કરોડથી વધુ નાગરિકો માટે ગરમીની કડક ચેતવણી જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું છે કે દેશના પૂર્વીય ભાગોમાં આ જીવલેણ ગરમીનો કહેર 4 જુલાઈ એટલે કે અમેરિકાના સ્વાતંત્ર્ય દિવસની સળંગ રજાઓ સુધી સતત ચાલુ રહેવાની સંભાવના છે. વિભાગના મતે હાલમાં માત્ર તાપમાન જ નહીં, પરંતુ હવામાં રહેલો ભેજ સૌથી મોટી ચિંતાનો વિષય છે. થર્મોમીટરમાં ભલે તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાતું હોય, પરંતુ ભેજને કારણે માનવ શરીરને તે 46 ડિગ્રી જેટલું દઝાડતું લાગે છે. મોટાભાગના વિસ્તારોમાં આ સંયુક્ત તાપમાન 100 થી 110 ડિગ્રી ફેરનહીટ અને કેટલીક જગ્યાએ 115 ડિગ્રી સુધી પહોંચવાનો અંદાજ છે.
હવામાન વૈજ્ઞાનિકોની ચેતવણી મુજબ લોકોને માત્ર દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રે પણ અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડશે. દેશના અનેક મોટા શહેરોમાં રાતનું તાપમાન પણ 80 ડિગ્રી ફેરનહીટ એટલે કે અંદાજે 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. રાત્રિના સમયે પણ વાતાવરણ ઠંડુ ન થવાને લીધે શરીરમાં પાણી ઘટી જવાનું અને લૂ લાગવાનું જોખમ ખૂબ જ વધી જાય છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા આરોગ્ય વિભાગે લોકોને બપોરના સમયે સીધા તડકામાં બહાર ન નીકળવા, વધુ પ્રમાણમાં પ્રવાહી પીવા અને બને ત્યાં સુધી વાતાનુકૂલિત કે ઠંડી જગ્યાઓ પર રહેવાની ખાસ અપીલ કરી છે. વધુ પડતો સમય તડકામાં રહેવાથી સ્નાયુઓ ખેંચાવા અને જીવલેણ લૂ લાગવાની શક્યતા હોવાથી વડીલો, બાળકો તથા બીમાર લોકોની વિશેષ કાળજી લેવા તાકીદ કરવામાં આવી છે.
Related Articles
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વાસ અધ્ધર, ફરી બોમ્બમારો શરૂ થશે?
ટ્રમ્પે ઈરાનની શરતો ફગાવતાં દુનિયાના શ્વ...
Sep 26, 2026
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લેન ક્રેશ, કોંગો સૈન્યના બે મોટા અધિકારી સહિત 14ના મોત
હવામાં અધવચ્ચે ટેક્નિકલ ખામી સર્જાતા પ્લ...
Sep 26, 2026
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026