મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી મામલે પ્રસિદ્ધ કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલી વધી, કોર્ટે ફરિયાદ સ્વીકારી
December 10, 2025
મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીના મામલે જાણીતા કથાવાચક અનિરૂદ્ધાચાર્યની મુશ્કેલી વધી ગઈ છે. આ મામલે મથુરાના કોર્ટમાં તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અખિલ ભારત હિન્દુ મહાસભા આગરાની જિલ્લાધ્યક્ષ મીરા રાઠોડ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવ છે. હવે કોર્ટમાં આ મામલે પહેલી જાન્યુઆરીએ નિવેદન દાખલ કરવામાં આવશે. નોંધનીય છે કે, મામલો ઓક્ટોબરમાં શરૂ થયો હતો, જ્યારે અનિરૂદ્ધાચાર્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. અનિરૂદ્ધાચાર્યનો આ વીડિયો દીકરીઓ અને મહિલાઓના સંબંધે કથિત અભદ્ર અને આપત્તિજનક ટિપ્પણી કરી હતી. વીડિયો વાઇરલ થતા જ તેના પર દેશભરમાં ખૂબ હોબાળો થયો હતો અને સામાજિક તેમજ મહિલા સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો. વિવાદ વધતા કથાવાચકે સ્પષ્ટતા આપતા કહ્યું કે, તેઓ મહિલાઓનું સન્માન કરે છે. પરંતુ, તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. અનિરૂદ્ધાચાર્યના વાઇરલ નિવેદનને ગંભીરતાથી લેતા અખિલ ભારત હિન્દુ મહાસભાની આગ્રા જિલ્લાધ્યક્ષ મીરા રાઠોડે તેમની સામે કાનીની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. મીરા રાઠોડે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) ઉત્સવ ગૌરવ રાજની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી. એડવોકેટ મનીષ ગુપ્તાના જણાવ્યા અનુસાર, CJM કોર્ટે સુનાવણી પછી ફરિયાદ નોંધી છે.
આ કેસમાં આગામી સુનાવણી પહેલી જાન્યુઆરીએ થશે. વાદી, મીરા રાઠોડ તે દિવસે કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવશે. કોર્ટ દ્વારા ફરિયાદ સ્વીકારવાથી કથાકાર અનિરુદ્ધાચાર્ય માટે કાનૂની ગૂંચવણો વધી ગઈ છે, જેમને હવે આ મામલે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.
આ કેસમાં આગામી સુનાવણી પહેલી જાન્યુઆરીએ થશે. વાદી, મીરા રાઠોડ તે દિવસે કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવશે. કોર્ટ દ્વારા ફરિયાદ સ્વીકારવાથી કથાકાર અનિરુદ્ધાચાર્ય માટે કાનૂની ગૂંચવણો વધી ગઈ છે, જેમને હવે આ મામલે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.
Related Articles
AAP સાંસદ અશોક મિત્તલ અને તેમની LPU યુનિવર્સિટી પર ઈડીના દરોડા, ડિજિટલ પુરાવા-મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા
AAP સાંસદ અશોક મિત્તલ અને તેમની LPU યુનિ...
Apr 15, 2026
નીરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: લંડનમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ગુપ્ત બેઠક, અંતિમ પ્રક્રિયા શરૂ
નીરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: લ...
Apr 15, 2026
અરુણાચલ મુદ્દે ફરી તણાવ: ભારતના વિરોધ બાદ ચીનનું નિવેદન કહ્યું, ‘ઝાંગનાન ચીનનો ભાગ’
અરુણાચલ મુદ્દે ફરી તણાવ: ભારતના વિરોધ બા...
Apr 15, 2026
મુંબઈના BKCમાં મેટ્રો કામ દરમિયાન મોટી દુર્ઘટના, ક્રેન પલટી જતાં બીમ ધરાશાયી
મુંબઈના BKCમાં મેટ્રો કામ દરમિયાન મોટી દ...
Apr 15, 2026
છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઇલર ફાટતાં 10ના મોત, 40થી વધુ શ્રમિકો દાઝ્યા
છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર...
Apr 14, 2026
Trending NEWS
છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : વેદાંતા પાવર પ્લાન્ટમા...
14 April, 2026
ક્રિકેટ જગતમાં ખળભળાટ: શેન વોર્નનું મોત વેક્સિનના...
14 April, 2026
ઓસ્ટ્રેલિયાના કડક વિઝા નિયમોની અસર ભારતીય વિદ્યાર્...
14 April, 2026
હોર્મુઝ બ્લોકેડ: ક્રૂડ ઓઈલ 100 ડોલરને પાર, મંદી-મો...
14 April, 2026
કેનેડા તેના સંરક્ષણ બજેટનો 70 ટકા હિસ્સો અમેરિકન ક...
13 April, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમી: રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન,...
13 April, 2026
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલા...
13 April, 2026
નોઈડામાં પગાર વધારાની માંગ સાથે કર્મચારીઓએ કંપની અ...
13 April, 2026
ટ્રમ્પની ખુરશી જોખમમાં, માનસિક સ્થિતિ પર પણ ઉઠ્યા...
13 April, 2026
કેન્દ્ર સરકારે ડીઝલ પરની નિકાસ-ડ્યુટી વધારીને 55.5...
13 April, 2026