ગુજરાતમાં આખરે શિયાળાની જમાવટ : નલિયામાં 12.2 ડિગ્રી, 9 શહેરમાં 16 ડિગ્રીથી નીચું તાપમાન
November 23, 2024
ગુજરાતમાં આખરે શિયાળાએ જમાવટ શરૂ કરી દીધી છે. મોટાભાગના શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. એવામાં ગુરૂવારે અમદાવાદમાં તો લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.6 ડિગ્રી વધારે હતું.
છેલ્લાં 6 દિવસમાં જ નલિયાના સરેરાશ લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. નલિયા ઉપરાંત પણ ઘણી જગ્યાએ તાપમાન 16 ડિગ્રીથી નીચું નોંધાયું હતું. જેમાં છોટા ઉદેપુર, અમરેલી, વડોદરા, રાજકોટ, પોરબંદર, વલસાડ, જામનગર, ગાંધીનગર, ડાંગનો સમાવેશ થાય છે.
| શહેર | મહત્તમ તાપમાન(ડિગ્રીમાં) |
| રાજકોટ | 32.9 |
| સુરેન્દ્રનગર | 32.5 |
| સુરત | 32.2 |
| કંડલા પોર્ટ | 32.2 |
| વેરાવળ | 32.2 |
| ડીસા | 31.6 |
| દ્વારકા | 31.2 |
| પોરબંદર | 31.2 |
| કેશોદ | 31.2 |
| નલિયા | 31 |
| વલ્લભ વિદ્યાનગર | 30.9 |
| અમરેલી | 30.8 |
| મહુવા | 30.8 |
| ગાંધીનગર | 30.6 |
| વડોદરા | 30.6 |
| અમદાવાદ | 30.3 |
| ઓખા | 29.2 |
| ભાવનગર |
29. 1 |
આ શહેરમાં નોંધાયુ 16 ડિગ્રીથી ઓછું તાપમાન
| શહેર | લઘુત્તમ તાપમાન (ડિગ્રી) |
| નલિયા | 12.2 |
| અમરેલી | 13.4 |
| કેશોદ | 14.1 |
| ડીસા | 14.4 |
| વડોદરા | 14.6 |
| પોરબંદર | 14.6 |
| રાજકોટ | 14.6 |
| મહુવા | 15.1 |
| ગાંધીનગર | 15.5 |
| સુરેન્દ્રનગર | 15.8 |
16 ડિગ્રીથી વધુ તાપમાન
| શહેર | તાપમાન(ડિગ્રી) |
| ભુજ | 16.3 |
| અમદાવાદ | 16.6 |
| ભાવનગર | 16.6 |
| વલ્લભ વિદ્યાનગર | 17.8 |
હવામાન વિભાગની આગાહી
જોકે, આગામી 25 તારીખ સુધી અમદાવાદમાં તાપમાન ગગડવાની સંભાવના નવિવત્ છે. પરંતુ, ત્યારબાદ 27 નવેમ્બરથી તાપમાન ગગડતા ઠંડીમાં વધારો થઈ શકે છે. છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદનું મહત્તમ તાપમાન ચાર ડિગ્રી ઘટીને 30 ડિગ્રી નોંધાયું હતું.
હવમાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત્ છે. પરંતુ, સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે. હાલ લઘુત્તમ અને મહત્તમ તાપમાન નીચે જવાનો ટ્રેન્ડ ચાલે છે. આ સાથે ઉત્તર-પૂર્વથી પવનો ફૂંકાવાના કારણે તાપમાન નીચું જઈ રહ્યું છે.
Related Articles
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
Trending NEWS
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026