યુએસમાં 50 વર્ષ બાદ બનશે પહેલી ઓઇલ રિફાઇનરી, RIL કરશે કરોડોનું રોકાણ
March 11, 2026
વોશિંગ્ટન ડીસી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પેટ્રોલિયમ સ્ત્રોતો અને વેપાર પર યુએસનું પ્રભુત્વ જમાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે, અહેવાલો મુજબ પેટ્રોલિયમ માટે જ તેમણે વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું અપહરણ કરાવ્યું અને સત્તા પલટો કરાવ્યો, હવે ઈરાન પર યુએસ સતત હુમલા કરી રહ્યું છે. એવામાં ટ્રમ્પે મંગળવારે યુએસમાં એક નવી ઓઇલ રિફાઇનરી બનાવવાની જાહેરાત કરી છે.
ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ૩૦૦ અબજ ડોલરના ઐતિહાસિક સોદાની જાહેરાત કરી, ટેક્સાસ રાજ્યમાં બનનારી આ રીફાઈનરી છેલ્લા 50 વર્ષમાં પહેલી રીફાઈનરી હશે, આ રીફાઈનરીમાં ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ દ્વારા રોકાણ કરવામાં આવશે. પોતાના જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું, "હું એ જાહેરાત કરતા ગર્વ અનુભવી રહ્યો છું કે કે અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં ઓઇલ રિફાઇનરી ખોલી રહ્યું છે, જે 50 વર્ષમાં યુએસની પહેલી નવી રીફાઈનરી હશે."
ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું, “આ ૩૦૦ અબજ ડોલરની ઐતિહાસિક ડીલ છે, જે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી ડીલ છે, આ અમેરિકન કામદારો, એનર્જી સેક્ટર અને દક્ષિણ ટેક્સાસના લોકો માટે એક મોટી જીત!” આ સાથે ટ્રમ્પે ભારત સાથે સોદાની જાહેરાત કરતા ટ્રમ્પે લખ્યું, "આ મોટા રોકાણ માટે ભારતના અમારા ભાગીદારો અને તેમની સૌથી મોટી ખાનગી માલિકીની ઊર્જા કંપની, રિલાયન્સનો આભાર."
Related Articles
પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિશ્રણ હજુ 'ચાલુ પ્રયોગ' છે...: સુપ્રીમ કોર્ટમાં સરકારનો ચોંકાવનારો જવાબ
પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિશ્રણ હજુ 'ચાલ...
Jun 30, 2026
17 રાજ્યોમાં આગામી 15 કલાકમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, 70 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની હવામાન વિભાગની ચેતવણી
17 રાજ્યોમાં આગામી 15 કલાકમાં વાવાઝોડા સ...
Jun 30, 2026
યમુના એક્સપ્રેસ વે પર ચાલકને ઝોકું આવી જતાં બસ ટ્રેલર પાછળ ઘૂસી ગઈ, 4ના મોત, 25 ઘાયલ
યમુના એક્સપ્રેસ વે પર ચાલકને ઝોકું આવી જ...
Jun 30, 2026
પેરામેડિકલ પરીક્ષામાં 45 વિદ્યાર્થીઓને પાસ કરાવવાના કૌભાંડમાં ચારની ધરપકડ, કોલેજની માન્યતા રદ
પેરામેડિકલ પરીક્ષામાં 45 વિદ્યાર્થીઓને પ...
Jun 30, 2026
પુણેની અદાલતનો ચુકાદો: બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનાર 65 વર્ષીય નરાધમને 60 જ દિવસમાં ફાંસીની સજા
પુણેની અદાલતનો ચુકાદો: બાળકી પર દુષ્કર્મ...
Jun 30, 2026
મુંબઈ બાદ અમદાવાદ-દિલ્હી વચ્ચે દોડશે દેશની હાઈસ્પીડ બુલેટ ટ્રેન
મુંબઈ બાદ અમદાવાદ-દિલ્હી વચ્ચે દોડશે દેશ...
Jun 29, 2026
Trending NEWS
30 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026