હૈદરાબાદમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં દુર્ઘટના, રથ વીજના તાર સાથે અથડાતા 5 ભક્તોના મોત
August 18, 2025
રામંતાપુર : હૈદરાબાદમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ દરમિયાન ગઈકાલે રવિવારે મોટી દુર્ઘટના ઘટી હતી. રામંતાપુર વિસ્તારમાં ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા દરમિયાન અચાનક રથ ઉપરથી પસાર થઈ રહેલા હાઈટેન્શન વાયરના સંપર્કમાં આવ્યો હતો. જેના લીધે કરંટ લાગતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ કરંટમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. અન્ય ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીનો ગનમેન પણ સામેલ છે.
આ દુર્ઘટનામાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે ચાર લોકો ગંભીર રૂપે ઘવાયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના ગઈકાલે રવિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ રામંથપુર વિસ્તારમાં થઈ હતી. મૃતકોની ઓળખ ક્રિષ્ના યાદવ, શ્રીકાંત રેડ્ડી, રૂદ્ર વિકાસ, સુરેશ યાદવ અને ક્રિષ્ના તરીકે થઈ છે.
કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીનો ગનમેન પણ આ શોભાયાત્રામાં સામેલ હતો. જેને પણ ગંભીર ઈજા થઈ છે. ભગવાન કૃષ્ણનો રથ ખેંચતી વખતે રથ અચાનક ઉપરથી પસાર થઈ રહેલા હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતાં માહોલ ગમગીન થયો હતો. મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. શબના પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપવામાં આવશે.
Related Articles
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે...
Jul 13, 2026
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મ...
Jul 13, 2026
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત
પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ...
Jul 13, 2026
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓની બસ પલટી જતાં 17 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, ચાલક ફરાર
હિમાચલ પ્રદેશના કાંગડામાં અમરનાથ યાત્રીઓ...
Jul 13, 2026
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા પાસેથી જૂનમાં ખરીદ્યું રેકોર્ડબ્રેક ક્રૂડ ઓઈલ
ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો ! રશિયા...
Jul 12, 2026
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ
ગાઝિયાબાદમાં પડીકાની લાલચ આપી 7 વર્ષની બ...
Jul 12, 2026
Trending NEWS
13 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026