Breaking News :
અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ

અમદાવાદ સહિત ગુજરાતમાં ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત, 26 ફ્લાઇટ્સ રદ

December 08, 2025

દેશની અગ્રણી એરલાઇન ઇન્ડિગોમાં સર્જાયેલી સ્ટાફની અછતની કટોકટીનો આજે સોમવારે (8 ડિસેમ્બર) છઠ્ઠો દિવસ છે. પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે ગુજરાતના હવાઈ નેટવર્ક પર મોટી અસર પડી છે. રાજ્યના મુખ્ય ઍરપોર્ટ્સ પરથી આજે ઇન્ડિગોની અંદાજિત 26 ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદ ઍરપોર્ટ પર પરિસ્થિતિ વિકટ બની છે. ઍરપોર્ટની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, આજની દિવસભરની આવતી અને જતી મળીને કુલ 44 ફ્લાઇટ્સ પર અસર પડી છે. જેમાં સવારના 9 વાગ્યા સુધીમાં જ 18 ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી. અચાનક ફ્લાઇટ રદ થતાં ઍરપોર્ટ પર મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા. તો બીજી તરફ રાજકોટ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર પણ મુસાફરોનો ગુસ્સો સાતમા આસમાને છે. આજે અહીંથી ઓપરેટ થતી 8માંથી 4 મહત્વની ફ્લાઇટ્સ (મુંબઈ, ગોવા, હૈદરાબાદ, બેંગલુરુ) રદ કરવામાં આવી છે. શુક્રવારથી શરુ થયેલો આ સિલસિલો રવિવાર અને સોમવારે પણ યથાવત્ રહેતાં પ્રવાસીઓ અટવાયા છે. જો સુરત અને વડોદરાની સ્થિતિ પણ અમદાવાદ અને વડોદરા જેવી જ છે. સુરત ઍરપોર્ટ પરથી કોલકાતા, હૈદરાબાદ અને દિલ્હી જતી 3 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જોકે, રાહતની વાત એ છે કે પાંચ દિવસના લાંબા વિરામ બાદ સુરતમાં હૈદરાબાદ અને દિલ્હીથી ફ્લાઇટનું લેન્ડિંગ શરુ થયું છે. વડોદરામાં પણ મુંબઈની કનેક્ટિવિટી તૂટતાં મુસાફરો રઝળી પડ્યા છે.લગ્નસરા અને વેકેશનના માહોલ વચ્ચે ઇન્ડિગોના મિસ-મેનેજમેન્ટને કારણે અગાઉથી બુકિંગ કરાવનાર મુસાફરોને છેલ્લી ઘડીએ મોંઘી ટિકિટો લેવી પડી રહી છે અથવા પ્રવાસ રદ કરવો પડી રહ્યો છે.