Breaking News :
સાઉદીના એરપોર્ટ પર મધરાતે મોટો હુમલો: ભારતીય ઈજાગ્રસ્ત, અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક પાછા બોલાવ્યા! દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233 કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ઘાયલોને હેલિકોપ્ટર અને વિમાનથી ખસેડાયા મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ્લાદેશીને ફાંસી, ઢાકામાં વિવાદ, પાકિસ્તાનના બે નિકટતમ દેશો વચ્ચે ઝઘડો ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન

આતંકવાદ, સરહદી સુરક્ષાથી લઈ ટેક્નોલોજી સુધી, રાષ્ટ્રીય સુરક્ષા પર અમિત શાહે યોજી મોટી બેઠક

July 28, 2025

બેઠકમાં પ્રથમ દિવસે ગૃહપ્રધાન અમિત શાહે દેશ વિરોધી તત્વોની ભૂમિકા અને માદક પદાર્થોના વેપારમાં સંડોવણી સહિત તેમના ઘરેલુ સંબંધો પર ચર્ચા કરી. તેની સાથે જ એન્ક્રિપ્ટેડ સંચાર એપ્સ અને અન્ય નવી ટેક્નોલોજીના ગેરકાયદેસર ઉપયોગથી ઉભા થઈ રહેલા પડકારો માટે ટેક્નોલોજીનો ઉપયોગ અને ખાલી પડેલા દ્વીપોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. બેઠકમાં આતંકવાદને નાણાકીય સહાય સંબંધિત મુદ્દાઓ પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો.

ગૃહપ્રધાને આતંકવાદી અને તસ્કરી ગતિવિધિઓમાં સામેલ ભાગેડુ લોકોને પરત લાવવા માટે કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓની વચ્ચે સારા સંકલનની સાથે-સાથે આતંકવાદી-ગુનેગાર સાંઠગાંઠ પરસ્પર જોડાણ તોડવા માટે ઘણી સૂચનાઓ આપવામાં આવી. આતંકી નેટવર્ક દ્વારા એન્ક્રિપ્ટેડ સંચારના ઉપયોગની હરીફાઈ કરવા માટે સ્પેક્ટ્રમના તમામ ઓપરેટરોની સાથે એક પ્લેટફોર્મ બનાવવા માટે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા. બેઠકમાં ગૃહપ્રધાને કહ્યું કે દેશની સુરક્ષા અને વિકાસની દ્રષ્ટિએ આગામી 5-10 વર્ષ ખુબ જ મહત્વપૂર્ણ છે.