'ગૌહર ખાન મને ધર્મ પરિવર્તનનું દબાણ કરતી...' બ્રેકઅપના વર્ષો બાદ અભિનેતાનો આરોપ
May 27, 2025
ટીવી એક્ટર કુશાલ ટંડન એકવાર ફરી ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને ચર્ચામાં છે. એક્ટરે વર્ષો બાદ બ્રેકઅપના કારણનો ખુલાસો કર્યો છે. બંનેએ એક વર્ષના ડેટિંગ બાદ પોતાનો સંબંધ ખતમ કરી દીધો હતો. જેના પર હવે એક્ટરે કહ્યું કે, 'તે મારો ધર્મ બદલવા ઈચ્છતી હતી.' ગૌહર ખાન અને કુશાલ ટંડનના પ્રેમની શરૂઆત વર્ષ 2013માં બિગ બોસના ઘરમાં થઈ હતી. બંને પહેલાં મિત્ર બન્યા અને બાદમાં પ્રેમ થઈ ગયો. શોની બહાર પણ બંનેનો સંબંધ આગળ વધ્યો હતો. પરંતુ, તે લાંબા સમય સુધી ચાલી ન શક્યો. બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કરીને બ્રેકઅપની જાહેરાત કરી હતી. પરંતુ, છેક હવે જતા બંનેના બ્રેકઅપનું કારણ સામે આવ્યું છે. કુશાલે ગૌહર સાથે બ્રેકઅપના કારણનો ખુલાસો કરતા કહ્યું કે, 'અમારા બ્રેકઅપનું કારણ ધર્મ હતો. ગૌહર મને હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ પરિવર્તનની માંગ કરી રહી હતી. મારા માટે જિંદગીમાં પ્રેમ મહત્ત્વનો છે પરંતુ, તે જ બધું નથી.' જણાવી દઈએ કે, ગૌહર સાથે બ્રેકઅપ બાદ પણ કુશાલ હજુ સુધી કુંવારો છે. જોકે, ઘણીવાર એવી ચર્ચા સામે આવી છે કે, તે શિવાંગી જોશી સાથે રિલેશનશીપમાં છે. વળી, ગૌહર ખાને જૈદ દરબાર સાથે લગ્ન કરી લીધા છે. બંને જલ્દી જ બીજીવાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે. એક્ટ્રેસે હાલમાં જ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી પોતાની તસવીરો શેર કરી છે.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
IPL પહેલા જ થાલા 'આઉટ'! ઈજાના કારણે ધોનીને બે સપ્ત...
28 March, 2026
દુબઈમાં અનરાધાર વર્ષા : ઝરણાઓમાં પૂર વાહન : વ્યવહા...
27 March, 2026
અમદાવાદમાં લોનના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગન...
27 March, 2026
સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને...
27 March, 2026
ઇઝરાયલ ફરી ઇરાન પર તૂટી પડયું : શસ્ત્રો બનાવતા કાર...
27 March, 2026
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્મ...
27 March, 2026
હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવા...
27 March, 2026
ચીને તાઇવાન સરહદે તહેનાત કર્યા ઘાતક 'હથિયાર', વધુ...
27 March, 2026
ઓસ્ટ્રેલિયામાં 470 સર્વિસ સ્ટેશનો પર ઈંધણ ખતમ, PMએ...
27 March, 2026
નેપાળમાં 'બાલેન યુગ': ભારત સાથે ખાસ કનેક્શન ધરાવતા...
27 March, 2026