ગિલ તો શું ભારતના એક એક ખેલાડીને જોઈ લઈશું, મેચ પહેલા પાકિસ્તાની ખેલાડીની બડાશ
February 22, 2025
ભારત સામેની મેચ માટે પાકિસ્તાનની ટીમ દુબઈ પહોંચી ગઈ છે. ત્યાં પહોંચતાની સાથે જ પાકિસ્તાની ખેલાડીઓએ પોતાનો ઘમંડ બતાવવાનું શરૂ કરી દીધું. હકીકતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ હાઇ-વોલ્ટેજ મેચ પહેલા પાકિસ્તાની ફાસ્ટ બોલર હરિસ રૌફે પોતાના તેવર બતાવવાના શરુ કર્યા છે. તેમણે ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીને ટાર્ગેટ કરવાનું કહ્યું હતું. એટલું જ નહીં, તેઓએ દુબઈમાં ટીમ ઈન્ડિયાને ફરીથી હરાવવાની ચેતવણી પણ આપી છે. રૌફનું કહેવું છે કે, ભારત સામેની મહત્ત્વપૂર્ણ મેચ પહેલા બધા ખેલાડીઓ ખૂબ રિલેક્સ છે. તેમના માટે આ બીજી કોઈપણ મેચ જેવું જ છે. રૌફની આ ઘમંડીતા બાંગ્લાદેશની જેમ પાકિસ્તાન માટે મોંઘી સાબિત થઈ શકે છે.
દુબઈ પહોંચ્યા બાદ હરિસ રૌફે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેને ફોર્મમાં ચાલી રહેલા શુભમન ગિલ વિરુદ્ધ પ્લાનિંગ વિશે પૂછવામાં આવ્યું. ત્યારે તેના જવાબમાં તેણે કહ્યું કે, 'અમે માત્ર શુભમન ગિલને જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીને જોઈશું અને તેમને ટાર્ગેટ કરીશું.' અમે મેદાનમાં જઈને પિચ જોઈશું અને પછી તે પ્રમાણે તેમની સામે પ્લાનિંગ કરીશું.
રૌફે વધુમાં કહ્યું, 'અમે આ મેદાન પર ભારતને બે વાર હરાવ્યું છે. આ વખતે પણ અમારો ઉદ્દેશ્ય ફરી ભારતને હરાવી એ પ્રદર્શનનું પુનરાવર્તન કરીશું. મને વિશ્વાસ છે કે અમારી ટીમ આ કામ કરવામાં કામયાબ રહેશે અને તમને એક સારી મેચ જોવા મળશે.'
હરિસ રૌફના નિવેદનથી ખ્યાલ આવે છે કે, ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ પાકિસ્તાની ટીમ દુબઈમાં તેની અગાઉની સફળતાના આધારે પોતાને મોટિવેટ કરવાની કોશિશ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાને દુબઈના મેદાન પર T20 વર્લ્ડ કપ અને એશિયા કપમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, બંને ટી20 મેચ હતી. ICC ODI ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે સારું પ્રદર્શન કરી રહી છે, અને હજુ પણ તેનું પલ્લું ભારે છે.
Related Articles
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Trending NEWS
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
26 September, 2026
26 September, 2026