Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

યુપીમાં 'છોટી કાશી' કહેવાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં પણ નાસભાગ, અનેક લોકો ઘાયલ

July 28, 2025

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ શિવધામ ગોલા ગોકર્ણનાથ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે (ગુજરાતમાં પહેલો સોમવાર) નાસભાગ મચતાં ચારથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. સોમવાર હોવાથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા જ્યાં અશોક ચાર રસ્તા પર અચાનક નાસભાગ મચી હતી.

હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. છોટા કાશી તરીકે ઓળખાતા ગોલા ગોકર્ણનાથ મંદિરમાં નાસભાગની દુર્ઘટનાથી વહીવટીતંત્રની ભૂમિકા પર સવાલો ઉઠ્યા છે. શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, ભીડને નિયંત્રણમાં લેવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી. તેમજ બંદોબસ્તમાં હાજર પોલીસકર્મી શ્રદ્ધાળુઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરી રહ્યા હોવાનો આરોપ પણ મૂકાયો છે. જેથી નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. મંદિરમાં રવિવારે સાંજથી જ કાંવડિયાધારીના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા.

અડધી રાત બાદ ભક્તોની ભીડ પણ વધી રહી હતી. પૌરાણિક શિવ મંદિરમાં જળઅભિષેક અને દર્શન માટે લાંબી કતાર લાગી હતી. ભીડ વધતાં અને સુરક્ષાની અપૂરતી વ્યવસ્થાના કારણે નાસભાગ થઈ હતી. જેમાં સુરભી (ઉ.વ. 27), સોનુ વર્મા (ઉ.વ. 23), અમરનાથ (ઉ.વ. 26), રામકુમાર (ઉ.વ. 26) ઘાયલ થયા હતા. તેમને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા મંદિરના ગર્ભગૃહનું મુખ્ય અને નિકાસ દ્વાર બંધ કરવામાં આવ્યું હતું.  

શ્રદ્ધાળુઓની વધુ પડતી ભીડને ધ્યાનમાં લેતાં મંદિરના કપાટ રાત્રે એક વાગ્યે જ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. શિવમંદિરથી આશરે 500 મીટરના અંતરે આવેલા અશોક ચારરસ્તા પર વધુ પડતી ભીડ થતાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, પોલીસ કર્મીઓએ પરિસ્થિતિ સંભાળતાં મોટી દુર્ઘટના બનતાં ટળી હતી.