ટ્રમ્પની શાંતિ યોજનાના પ્રથમ તબક્કે હમાસે સાત બંધકોને મુક્ત કર્યા, ઈઝરાયલમાં ખુશીનો માહોલ
October 13, 2025
ઈઝરાયલમાં આજે દિવાળી જેવો ખુશીનો માહોલ છે. બે વર્ષના યુદ્ધ બાદ ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયર કરાર હેઠળ ગાઝામાંથી બંધકો મુક્ત કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રથમ તબક્કામાં સાત બંધક રેડ ક્રોસને સોંપવામાં આવ્યા છે. જો કે, હજી કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. કરાર હેઠળ હમાસે અંતિમ 20 જીવિત બંધકોને મુક્ત કરવાના છે. આ બંધકોનું સ્વાગત કરવા માટે ઈઝરાયલના લોકો રસ્તા પર નાચી-કૂદી રહ્યા છે. બીજી બાજુ ગાઝા ઈઝરાયલ દ્વારા કેદ પેલેસ્ટાઈનના સેકડોં લોકોને મુક્ત કરવાની રાહ જોઈ રહ્યું છે.
હમાસે આજે સોમવારે સવારે 20 જીવિત બંધકોની યાદી જાહેર કરી છે. જેમને સીઝફાયર કરાર હેઠળ મુક્ત કરવામાં આવશે. સાથે તેમણે 1900થી વધુ પેલેસ્ટાઈન કેદીઓની પણ એક યાદી જાહેર કરી છે. જે ઈઝરાયલના અધિકારીઓને સોંપી તેમને મુક્ત કરવા કહ્યું છે. ઉલ્લેખનીય છે, રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિ બંધકોની મુક્તિ પર દેખરેખ રાખી રહી છે. તેની દેખરેખ હેઠળ બંધકોની અદલા-બદલી કરવામાં આવશે. મુક્તિ પહેલાં ઈઝરાયલમાં ખુશીનો માહોલ છે. ટીવી સ્ટેશન વિશેષ કવરેજ કરી રહ્યા છે. તેલ અવીવના હોસ્ટેજેસ સ્ક્વાયરની મોટી સ્ક્રીન પાસે લોકો એકઠા થઈ સતત સમાચાર પર નજર રાખી રહ્યા છે.
Related Articles
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ બનશે જીવનસાથી
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ...
Oct 05, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026