ખુશી માતમમાં ફેરવાઈ! મુંડન વિધિ બાદ ઘરે પરત ફરતા પરિવાર પર ટ્રકનો કહેર, 11ના મોતથી અરેરાટી
April 23, 2026
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં બુધવારની રાત્રે એક કાળજું ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં માસૂમ બાળક સહિત કુલ 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મિર્ઝાપુર-રીવા રાષ્ટ્રીય રાજમાર્ગ પર ડ્રમડગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેકાબૂ બનેલા ટ્રેલરે હસતા-રમતા પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી દીધી હતી.
રાત્રે આશરે સાડા નવ વાગ્યાના સુમારે મધ્યપ્રદેશથી કપચી ભરીને આવી રહેલા એક ટ્રેકની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી. ઢાળ પર ટ્રકએ કાબૂ ગુમાવતા તેણે પહેલા એક સ્વિફ્ટ કારને અડફેટે લીધી અને ત્યારબાદ સામેથી આવતા એક ટ્રક સાથે ધડાકાભેર અથડાયો હતો. આ જ સમયે પાછળથી આવી રહેલી એક બોલેરો કાર સીધી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બોલેરોમાં જોતજોતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
આ દુર્ઘટનામાં સૌથી વધુ નુકસાન બોલેરોમાં સવાર પરિવારને થયું હતું. બોલેરોમાં આગ લાગતા ડ્રાઈવર સહિત તેમાં સવાર તમામ 9 લોકો અંદર જ ફસાઈ ગયા હતા અને જોતજોતામાં તમામ જીવતા ભૂંજાયા હતા. મૃતકોમાં 8 વર્ષનો બાળક, તેની માતા અને અન્ય મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્વિફ્ટ કારના ડ્રાઈવર અને ટ્રકના ક્લીનરનું પણ મોત નીપજ્યું છે. આ તમામ લોકો જીગ્ના વિસ્તારના નરૈના ગામના રહેવાસી હતા અને મધ્યપ્રદેશના મૈહર ખાતે દીકરાનું મુંડન કરાવીને ખુશી-ખુશી ઘરે પરત ફરી રહ્યા હતા.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આગ એટલી ભયાનક હતી કે કોઈને પણ બહાર કાઢવાની તક મળી નહોતી. ઘટનાની જાણ થતા જ એસપી અપર્ણા રજત કૌશિક અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. એક માસૂમ દીકરાનું મુંડન કરાવીને ઘરે પરત ફરતા આખા પરિવારનો આ રીતે કરુણ અંત આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Related Articles
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિલ રાષ્ટ્રપતિએ મૂર્મુએ પાછું મોકલી દીધું
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિ...
Sep 26, 2026
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લોકોના મોત, દારૂ પીધો હોય તેમને હોસ્પિટલમાં દાખલ થવા અપીલ
નાગાલેન્ડમાં લઠ્ઠાકાંડ: બે દિવસમાં 19 લો...
Sep 26, 2026
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ, સરકારી સાક્ષી બનાવાયા
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અન...
Sep 26, 2026
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026