ગુજરાત અને રાજસ્થાનમાં હીટવેવનો પ્રકોપ વધશે: દેશના 15 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ
May 11, 2026
દેશભરમાં આજે હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે, જેના કારણે ઉત્તર ભારતમાં આંધી અને વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે ગુજરાત અને રાજસ્થાનમાં લૂ નો પ્રકોપ રહેવાની આગાહી કરી છે, જ્યારે દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 15 રાજ્યોમાં વરસાદ તથા વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પૂર્વ ભારત અને પહાડી રાજ્યો માટે વિશેષ સાવચેતી રાખવા જણાવાયું છે. મહારાષ્ટ્રના મુંબઈ, પુણે અને મરાઠવાડામાં ગરમી અને ભેજથી અકળામણ અનુભવાશે, જ્યારે કોંકણમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.
રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારમાં ગરમીનો ભારે પ્રકોપ જોવા મળશે. જેસલમેર, બાડમેર, બિકાનેર અને જોધપુરમાં તાપમાન 44 થી 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેને પગલે હવામાન વિભાગે આ વિસ્તારોમાં હીટવેવનું એલર્ટ આપ્યું છે. પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ ગરમીથી રાહત મળવાની સંભાવના ઓછી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં 11 થી 14 મે દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાનું અનુમાન છે. હવામાન વિભાગે ખેડૂતો અને ખુલ્લા મેદાનમાં કામ કરતા લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. પંજાબ અને હરિયાણામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આંધી અને હળવા વરસાદની શક્યતા છે.
મધ્ય પ્રદેશના પશ્ચિમ ભાગો જેવા કે ઈન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયર અને ભોપાલમાં લૂ ફૂંકાશે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે પહાડી રાજ્યોમાં ભારે પવન સાથે કરા પડવાનું એલર્ટ આપ્યું છે અને ચારધામ યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓને સાવધાની રાખવા સૂચના આપી છે. દક્ષિણ ભારતમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે વીજળીના કડાકા સાથે વરસાદની ચેતવણી આપી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
Related Articles
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશામાં પુલ તણાયા, 5000 લોકોનું સ્થળાંતર, 10 રાજ્યોમાં ઍલર્ટ!
'અર્નબ' વાવાઝોડું ત્રાટક્યું: આંધ્ર-ઓડિશ...
Sep 24, 2026
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026