ભારત-રશિયા વચ્ચે ઐતિહાસિક ડીલ! એકબીજાના દેશમાં તહેનાત કરી શકશે હજારો સૈનિકો અને યુદ્ધ જહાજો
April 19, 2026
આ સમજૂતીનું પૂરું નામ ઇન્ડો-રશિયન રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક્સ સપોર્ટ (RELOS) છે. રશિયન સંસદે ડિસેમ્બર 2025 માં તેને મંજૂરી આપી હતી. આ કરારની મુખ્ય શરતોમાં બંને દેશો એકસાથે મહત્તમ 3,000 સૈનિકો એકબીજાના ક્ષેત્રમાં તૈનાત કરી શકશે. આ ઉપરાંત નૌકાદળ અને વાયુસેના એક સમયે 5 યુદ્ધજહાજ અને 10 સૈન્ય વિમાનોની અવરજવર અને તહેનાતીની છૂટ રહેશે. આ સુવિધા શરૂઆતમાં 5 વર્ષ માટે રહેશે, જેને પરસ્પર સંમતિથી વધુ 5 વર્ષ માટે લંબાવી શકાશે. આ કરાર ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત ફાયદાકારક સાબિત થશે. ભારતને હવે રશિયાના આર્કટિક ક્ષેત્રમાં આવેલા નૌકાદળ અને હવાઈ મથકો સુધી પહોંચ મળશે. ભારતીય સેના પાસે રશિયન મૂળના અનેક શસ્ત્રો છે. આ કરારથી તેમની મરામત અને સ્પેરપાર્ટ્સ મેળવવાનું કામ સરળ બનશે. બંને દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ, તાલીમ અને માનવીય મિશનમાં વધુ ગતિ આવશે. આ કરાર માત્ર સૈનિકો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં સાધન-સામગ્રીના સંચાલનનો પણ સમાવેશ થાય છે. જેમાં યુદ્ધજહાજો માટે ઈંધણ, ખોરાક અને ટેકનિકલ સંસાધનોની આપ-લે ઉપરાંત એર ટ્રાફિક કંટ્રોલ, એરોનોટિકલ ડેટા અને વિમાનોના પાર્કિંગની સુવિધા અને પશ્ચિમ એશિયાના સંઘર્ષ અને યુક્રેન યુદ્ધ જેવી વૈશ્વિક સ્થિતિ વચ્ચે આ કરાર ભારત અને રશિયાની સૈન્ય સજ્જતાને વધુ મજબૂત બનાવશે.
Related Articles
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
23 June, 2026