રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામ: ભાજપ 163 બેઠકો જીતી મોખરે, કોંગ્રેસ 103 પર સમેટાઈ
September 14, 2026
જયપુરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના જાહેર થઈ રહેલા પરિણામો વચ્ચે રાજકીય ઉત્તેજના ચરમસીમાએ પહોંચી છે. રાજ્યભરમાં 309 બેઠકો પર ચાલી રહેલી મતગણતરીમાં ભાજપે 163 બેઠકો પર વિજય મેળવીને સ્પષ્ટ સરસાઈ મેળવી લીધી છે, જ્યારે કોંગ્રેસ 103 બેઠકો જીતી શકી છે અને 43 બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજયી બન્યા છે.
રાજ્યની 10,167 વોર્ડ બેઠકો માટે 9 અને 11 સપ્ટેમ્બરના રોજ બે તબક્કામાં સરેરાશ 74.05 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં પ્રથમ તબક્કાની 162 શહેરી સંસ્થાઓમાં 76.41 ટકા અને બીજા તબક્કાની 147 સંસ્થાઓમાં 71.69 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉત્સાહપૂર્વક ઉપયોગ કર્યો હતો.
10 મહાનગરપાલિકા, 47 નગર પરિષદ અને 200થી વધુ નગરપાલિકાઓની આ ચૂંટણીમાં મતદાન પૂર્વે જ 37 મહિલાઓ સહિત 77 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. પરિણામો સામે આવતા જ બોર્ડ બનાવવા માટે બહુમતી મેળવવા અને ક્રોસ વોટિંગ રોકવા ભાજપ તેમજ કોંગ્રેસે પોતાના વિજેતા તથા મુખ્ય ઉમેદવારોને જયપુર, અજમેર અને પુષ્કરના રિસોર્ટમાં મોકલીને સાવચેતીરૂપે બાડેબંધી શરૂ કરી દીધી છે.
વોર્ડવાર સ્થિતિ સ્પષ્ટ થયા બાદ ખરી રાજકીય ખેંચતાણ શરૂ થશે, કારણ કે આગામી 21 સપ્ટેમ્બરે વિવિધ શહેરોના મેયર, નગર પરિષદના સભાપતિ અને નગરપાલિકાના ચેરમેન પદ માટે મતદાન યોજાવાનું છે. ત્રિશંકુ બોર્ડ કે જ્યાં સ્પષ્ટ બહુમતી નથી મળી, ત્યાં આ મહત્વના હોદ્દાઓ પર કબજો જમાવવા માટે અપક્ષ ઉમેદવારોની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે.
Related Articles
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી...
Nov 04, 2026
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ...
Nov 02, 2026
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હ...
Nov 02, 2026
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડ...
Nov 02, 2026
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લોકોના મોત
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લ...
Nov 01, 2026
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અલ્ટીમેટમ, સરકાર સામે સંકટના વાદળો
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અ...
Nov 01, 2026
Trending NEWS
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026