230 કિમી/કલાકની ઝડપે આવી રહ્યું છે વાવાઝોડું રગાસા: 5 દેશોમાં હાઈઍલર્ટ, હજારો લોકોનું સ્થળાંતર
September 22, 2025
પ્રશાંત મહાસાગરમાં 230 કિમી/કલાકની ઝડપે આવી રહેલું 'રગાસા' નામનું સુપર ટાઈફૂન થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, ચીન, તાઈવાન અને હોંગકોંગમાં તબાહી મચાવવા તૈયાર છે. 18 સપ્ટેમ્બરે સક્રિય થયેલું આ વાવાઝોડું 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, જેના કારણે પાંચેય દેશોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે ફ્લાઈટ્સ, શાળાઓ અને કોલેજો બંધ કરી દેવાયા છે અને દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવી લોકોને સુરક્ષિત રહેવા સૂચના આપવામાં આવી છે.
18 સપ્ટેમ્બરે ફિલિપાઈન્સ પાસે શરૂ થયેલું ઓછું દબાણનું ક્ષેત્ર 21 સપ્ટેમ્બર સુધીમાં 'રગાસા' (નાન્ડો) સુપર ટાઈફૂનમાં ફેરવાઈ ગયું. આ વાવાઝોડું 22 સપ્ટેમ્બરે લુઝોન સ્ટ્રેટ પાર કરીને 23 સપ્ટેમ્બરે દક્ષિણ ચીનના સાગરમાં પ્રવેશ કરશે અને હોંગકોંગ-થાઈલેન્ડ તરફ આગળ વધશે. 24 સપ્ટેમ્બર સુધીમાં તે નબળું પડી જશે.
ફિલિપાઈન્સની હવામાન એજન્સી અને હોંગકોંગની વેધશાળા અનુસાર, કેટેગરી-4ના સુપર ટાઈફૂન રગાસાને કારણે 185 કિલોમીટર પ્રતિ કલાક (115 માઈલ/કલાક)ની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. 230 કિલોમીટર પ્રતિ કલાક (145 માઈલ/કલાક)ની ઝડપવાળા પવનોના ઝાપટાં આવી શકે છે. દરિયાની સપાટીના 30 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થવા અને ઓછા વિન્ડ શિયરને કારણે વાવાઝોડાને વધુ મજબૂતી મળી છે.
એરપોર્ટ પર અસર, 500 ફ્લાઈટ્સ રદ થવાની શક્યતા
વાવાઝોડાને કારણે હોંગકોંગના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 500થી વધુ ફ્લાઈટ્સ રદ થવાની શક્યતા છે. મંગળવાર અને બુધવારે શાળાઓ બંધ રહેશે અને હોંગકોંગ એક્સચેન્જ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બીજી તરફ, ઉત્તરીય ફિલિપાઈન્સના લુઝોન ટાપુ પર 10,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મનિલા સહિત અનેક પ્રાંતોમાં સરકારી કામકાજ અને શાળાઓ બંધ છે, અને ભારે વરસાદથી પૂર અને માળખાકીય નુકસાન થવાની ભીતિ છે.
આ વાવાઝોડાની ઝપેટમાં આવવાથી 5 લોકોના મોત થયા છે અને 50,000થી વધુ લોકો બેઘર થયા છે. પાકને નુકસાન થવાથી 500 મિલિયન ડોલર સુધીનું નુકસાન થઈ ચૂક્યું છે.
જોઈન્ટ ટાઈફૂન વોર્નિંગ સેન્ટર અનુસાર, 'રગાસા' વાવાઝોડું 22 સપ્ટેમ્બર સુધી તાઈવાનને અસર કરશે. તાઈવાનની CWA એજન્સીએ બાશી ચેનલ પાસે વાવાઝોડું વધુ મજબૂત બનવાની ચેતવણી સાથે ફ્લાઈટ્સ રદ કરી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની ચેતવણી આપી છે.
24 સપ્ટેમ્બર સુધીમાં વાવાઝોડું હોંગકોંગ પહોંચશે, જ્યાં 210 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો અને પૂરનો ખતરો છે. 23-24 સપ્ટેમ્બર દરમિયાન તે દક્ષિણ ચીન સાગરમાં પ્રવેશ કરીને ગ્વાંગડોંગમાં લેન્ડફોલ કરી શકે છે. વિયેતનામમાં પણ તોફાની પવનો અને ભારે વરસાદની આગાહી છે. આ વાવાઝોડાને કારણે વીજળી અને પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ છે.
Related Articles
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ બનશે જીવનસાથી
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ...
Oct 05, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026