પુરાવા હોય તો અમને જેલમાં નાખી દે...' કુંવરજીના આક્ષેપ સામે ચૈતર વસાવાની પ્રતિક્રિયા
April 04, 2025

સોનગઢ : ગુજરાતમાં તાપીના સોનગઢમાં મંત્રી કુંવરજી હળપતિએ ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ પર ગંભીર આરોપ કરતાં ટિપ્પણી કરી હતી. આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે, 'કુંવરજીભાઈને સંસદીય ભાષા શું હોય તેનું ભાન નથી. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં તેમની સરકાર છે. જો અમે કોઈના પાસેથી 2 ટકા લીધા હોય તો અને તેમની પાસે પુરાવા હોય તો કારદેસરની કાર્યવાહી કરીને અમને જેલમાં નાખી દે.'
વસાવાએ કહ્યું હતું કે, 'આઝાદીના આટલા વર્ષો બાદ પણ આદિવાસ સમાજ શિક્ષણ, રસ્તા, પાણી સહિત માટે આંદોલનો કરે... કુંવરજીભાઈ આદિવાસી વિસ્તારોમાં સિંચાઈનું પાણી આપે, શિક્ષકોની ભરતી કરે, આદિવાસી વિદ્યાર્થીની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરી એ શરુ કરે. કુંવરજીભાઈના વિસ્તારમાં માંડવી ટ્રાયબલ સબ પ્લાન અને સોનગઢ ટ્રાયબલ સબ પ્લાન સહિત જેટલી પણ ટ્રાયબલ સબ પ્લાન છે તેમાં આદિ આદર્શ ગ્રામની ગ્રાન્ટ અને ગુજરાત કેડરની ગ્રાન્ટની તપાસ કરાવશો તો કુંવરજીભાઈએ જે નવસારીની એજન્સીઓને કામ સોંપ્યા છે તેનું આખું કૌભાંડ બહાર આવશે. છેલ્લા પાંચ વર્ષમાં 2000-2500 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવશે. કુંવરજીભાઈએ અમારા પર જે આક્ષેપ કર્યા છે એ પાયાવિહોણા છે.'
કુંવરજી હળપતિએ ચૈતર વસાવા અને અનંત પટેલ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, 'વિકાસના કામોને લઈને બંને ધારાસભ્યો આદિવાસી સમાજને ગેર માર્ગે દોરે છે. પંચાયતની ગ્રાન્ટમાં ચૈતર વસાવા 2 ટકા અને અનંત પટેલ 10 માગે છે. ચૈતર વસાવા ચીટર છે.'
Related Articles
કંડલાના દીનદયાળ પોર્ટ નજીક કેમિકલ ઓફ-લોડ કરી પરત જતા જહાજમાં વિસ્ફોટ, 21 ક્રૂ સવાર હતા
કંડલાના દીનદયાળ પોર્ટ નજીક કેમિકલ ઓફ-લોડ...
Jul 07, 2025
સુરતમાં ફૂટપાથમાં ભુવો પડતા નાગરિક ઘાયલ, માત્ર રોડ જ નહીં ફૂટપાથની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર
સુરતમાં ફૂટપાથમાં ભુવો પડતા નાગરિક ઘાયલ,...
Jul 07, 2025
ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, 29 ડેમ હાઈ એલર્ટ પર, સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા
ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, 29 ડેમ હાઈ...
Jul 07, 2025
ગુજરાતના 20 ડેમ સંપૂર્ણ ભરાયા, 29 ડેમ હાઈ ઍલર્ટ પર
ગુજરાતના 20 ડેમ સંપૂર્ણ ભરાયા, 29 ડેમ હા...
Jul 06, 2025
SEBI-RBIની મંજૂરી વગર ક્રિપ્ટો કરન્સી દ્વારા દુબઈ મોકલાતા 335 કરોડના નાણા વ્યવહારનો પર્દાફાશ
SEBI-RBIની મંજૂરી વગર ક્રિપ્ટો કરન્સી દ્...
Jul 06, 2025
બનાસકાંઠા-આણંદમાં કરંટથી 5 મોત, વાવમાં એક જ પરિવારના ત્રણ લોકો ભોગ બન્યા
બનાસકાંઠા-આણંદમાં કરંટથી 5 મોત, વાવમાં એ...
Jul 06, 2025
Trending NEWS

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025
07 July, 2025