ગંભીર જૂની થિયરીને ફોલો કરશે તો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં સ્ટાર ફિનિશરનું પત્તું કપાશે!
January 22, 2025
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચ મેચની T20I સીરિઝની પહેલી મેચ આજે (22 જાન્યુઆરી) યોજાશે. ઇંગ્લેન્ડે પ્લેયિંગ 11 ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. પરનું હજુ સુધી ભારતીય ટીમે પોતાના સંપૂર્ણ પત્તાં ખોલ્યા નથી. દર વખતની જેમ ભારતીય ટીમ ટોસના સમયે પોતાની ટીમની જાહેરાત કરશે. જો ટીમનો મુખ્ય કોચ ગૌતમ ગંભીરની જૂની થિયરીને અનુસરશે તો ભારતની પ્લેયિંગ 11માંથી રીંકુ સિંહનું પત્તું કપાઈ શકે છે. કારણ કે ગૌતમ ગંભીર ટીમમાં વધુ ઓલરાઉન્ડરને ટીમમાં સામેલ કરવા માંગે છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્ત્વમાં ભારતીય ટીમ કોલકાતાના ઈડન ગાર્ડનમાં ઇંગ્લેન્ડ સામેની પહેલી T20I મેચ રમવા ઉતરશે. દરેકની નજર મોહમ્મદ શમી પર ટકેલી હશે, જે બે વર્ષ પછી T20Iમાં વાપસી કરવા જઈ રહ્યો છે. જેની સાથે અર્શદીપ સિંહ પણ બોલિંગ કરતો જોવા મળશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હર્ષિત રાણાને પણ ટીમમાં સ્થાન મળી શકે છે. આ સિવાય એક સ્પીનર અને બે સ્પીનર અને ઓલરાઉન્ડર પણ ટીમમાં હશે. જો આપને ભારતીય ટીમની પ્લેયિંગ ઈલેવનની વાત કરીએ તો ઓપનર તરીકે સંજુ સેમસન અને અભિષેક શર્માનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. જયારે ત્રીજા નંબર પર તિલક વર્મા અને ચોથા સ્થાને કેપ્ટન સૂર્યાકુમાર યાદવ હશે. પાંચમાં સ્થાન પર ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું સ્થાન પાકું છે. જો કે, 6 નંબર પર રીંકુ સિંહ રમશે કે નહી તે જહું સુધી નક્કી થયું નથી. જો કોચ ગંભીર અહિયાં પણ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની જેમ ઓલરાઉન્ડરને ટીમમાં સામેલ કરવા માંગે છે તો રીંકુ સિંહની જગ્યાએ નીતિશ રેડ્ડીનો ટીમમાં સમાવેશ કરી શકાય છે. આ સ્થિતિમાં રીંકુ સિંહને ટીમમાંથી બહાર બેસવું પડી શકે છે. કારણ કે, 7 નંબર પર અક્ષર પટેલનું સ્થાન નિશ્ચિત છે.
Related Articles
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
Trending NEWS
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026