મધ્યપૂર્વના ભીષણ યુદ્ધની અસર, સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો મહાકડાકો, નિફ્ટી પણ ધરાશાયી
March 02, 2026
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર સીધી ભારતીય શેરબજારમાં જોવા મળી છે. બજાર ખુલતા જ પ્રી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સમાં લગભગ 2700 પોઈન્ટ તો નિફ્ટીમાં પણ 450 પોઇન્ટથી વધુ તૂટી ગઈ હતી. જોકે પછીથી તેમાં ઝડપી રિકવરી પણ દેખાઈ હતી.
આજે શેરબજાર મોટા ગેપ અપ સાથે ખુલ્યું હતું. પ્રી ઓપન સેશનમાં જ સેન્સેક્સે શુક્રવારના ક્લૉઝિંગ 81287થી આજે સીધું 78543ની સપાટીને સ્પર્શી ગયું હતું. જે 2700થી વધુ પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. ત્યારબાદ તેમાં ઝડપી રિકવરી દેખાઈ હતી અને સેન્સેક્સ ફરી 80400ની સપાટીએ પહોંચવામાં સફળ રહ્યું હતું. જોકે બજારના મોટાભાગના સ્ટોક્સમાં તેની અસર દેખાઈ હતી.
જ્યારે નિફ્ટીની વાત કરીએ તો શુક્રવારે નિફ્ટીએ 25141 નું ક્લૉઝિંગ બતાવ્યું હતું. જોકે આજે શેરબજાર ખુલતાં જ નિફ્ટી પણ તૂટી હતી અને સીધી 24645ની સપાટીને સ્પર્શી ગઈ હતી. જોકે નિફ્ટીમાં પણ રિકવરી દેખાતા ફરી એકવાર 24800 ઉપર ટ્રેડ થવા લાગી હતી.
શેરબજારમાં મહાકડાકાની સ્થિતિને કારણે રોકાણકારોને આજે મોટું નુકસાન થયું છે. બીએસઇની માર્કેટ કેપની વાત કરીએ તો શુક્રવારે તે 463.50 લાખ કરોડ રૂપિયા પર હતી જે સોમવારે એકઝાટકે ઘટીને 457.50 લાખ કરોડે આવી પહોંચી હતી. જે લગભગ 6 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો દર્શાવે છે.
ઈરાન પર હુમલાને કારણે આજે ભારતીય શેરબજારમાં પણ કડાકાની સ્થિતિ દેખાઈ છે. આ દરમિયાન બીએસઈ પર એક્ટિવ 3660 શેરમાંથી 510 શેરમાં ઉછાળો આવ્યો હતો. જોકે 2985 શેરમાં ઘટાડો નોંધાયો હતો અને 165 શેરમાં કોઈ ફેરફાર થયો નહોતો. 43 શેર વીકના હાઈ પર ક્લૉઝ થયા અને 663 શેર 52 વીકના લૉ સ્તરે પહોંચ્યા હતા જ્યારે 162 શેર્સમાં આજે લૉઅર સર્કિટ જોવા મળી હતી.
Related Articles
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ વધી જશે
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિના...
Oct 07, 2026
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026