Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

જમ્મુ-કાશ્મીરના કૂપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા

November 08, 2025

જમ્મુ-કાશ્મીરના કૂપવાડાના કેરન સેક્ટરમાં ભારતીય જવાનો અને આતંકીઓ વચ્ચે જોરદાર અથડામણ સર્જાઈ હતી જેમાં બે આતંકીઓ ઠાર મરાયાના અહેવાલ સામે આવયા છે. 7 નવેમ્બરે ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટના આધારે કૂપવાડાના કેરન સેક્ટરમાં એક સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. 

માહિતી અનુસાર એલર્ટ સૈનિકોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ દરમિયાન આતંકીઓની શંકાસ્પદ પ્રવૃત્તિઓનો ઈશારો મળતાં ગોળીબાર શરૂ થયો હતો. જેમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા. હજુ પણ વિસ્તારમાં ઘણા આતંકીઓ એક્ટિવ હોવાની જાણકારી મળી રહી છે અને અથડામણની સ્થિતિ હજુ યથાવત્ છે.