યુદ્ધ વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ, દૂતાવાસે મદદ માટે માન્યો આભાર
March 15, 2026
ઈરાન હાલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારતીયોએ પોતાની દરિયાદિલી બતાવી છે. યુદ્ધ વચ્ચે ભારતીયોએ મોટી સંખયામાં ઈરાનને મદદ માટે યોગદાન આપતા ઈરાન ગદગદ થયું છે. આ મામલે ઈરાનના દૂતાવાસે ભારતના લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. અમેરિકા ઈરાન યુદ્ધની સ્થિતિ દરમિયાન ઈરાન પર સંકટના સમયે ભારતીયોએ યોગદાનની રકમ ઈરાન દૂતાવાસના બેંક ખાતામાં જમા કરાવી છે. માનવતા દાખવી મદદરૂપ થનારા તમામ ભારતીયોનો દૂતાવાસે દીલથી આભાર માન્યો હતો. આ અંગે દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ મૂકી જાણકારી આપી હતી. ઈરાની દૂતાવાસે ફંડ મોકલતી વખતે ટ્રાન્ઝેક્શનમાં કોઈ સમસ્યા ન સર્જાય તેને લઈને નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. દૂતાવાસે સ્પષ્ટતા કરી છે કે, યોગદાન મેળવવા માટે તેમનું બેંક ખાતું સંપૂર્ણપણે કાર્યરત છે. આમ, કોઈ પણ વ્યક્તિ બેંક ખાતામાં સીધું ફંડ ટ્રાન્સફર કરી શકે છે. ડિજિટલ પેમેન્ટને લઈને દૂતાવાસે સ્પષ્ટતા કરી જણાવ્યું કે, ગૂગલ પે કામ કરતું ન હોવાથી તેમણે લોકોને તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. તેમજ UPI થકી પણ પેમેન્ટ કરવાની સુવિધા નથી. દૂતાવાસે જણાવ્યું કે, UPIના પેમેન્ટના વિકલ્પની વ્યવસ્થા હાલમાં કરવામાં આવી રહી છે.
ઈરાનના દૂતાવાસે જણાવ્યું કે, જો યોગદાન મોકલવામાં કોઈ તકલીફ પડી રહી હોય તો લોકો અન્ય કોઈ બેંક ખાતાનો ઉપયોગ કરીને ફંડ મોકલી શકે છે અથવા તો થોડા સમય બાદ ફરીથી કોશિશ કરી શકે છે. આ સાથે, જાહેર કરાયેલા મોબાઈલ નંબર પર મેસેજ મોકલવા દૂતાવાસે અપીલ કરી છે.
Related Articles
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા ગંભીર નથી!
આતંકવાદ મુદ્દે અમારી ચિંતાઓ અંગે અમેરિકા...
Sep 29, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026