વર્લ્ડકપ ડેબ્યૂ મેચમાં જ 19 વર્ષની ખેલાડીએ લીધી હેટ્રિક, વિરોધી ટીમ 31 રનમાં ઑલઆઉટ
January 22, 2025
હાલમાં રમાઈ રહેલી અંડર-19 T20 વર્લ્ડકપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટની પહેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝને માત્ર 44 રનમાં ઓલઆઉટ કર્યા પછી ભારતીય ટીમે યજમાન મલેશિયાની ટીમને પણ મુશ્કેલીમાં મૂકી દીધી હતી. ટુર્નામેન્ટની બીજી મેચમાં ટોસ જીતીને પહેલાં બોલિંગ કર્યા બાદ ભારતીય ટીમે મલેશિયાની બેટિંગ ટીમની કમર તોડી નાખી હતી. 25 રનના સ્કોર પહેલાં જ અડધી ટીમ પવેલિયન ભેગી થઈ ગઈ હતી. પોતાની પહેલી મેચ રમી રહેલી વૈષ્ણવી શર્માએ હેટ્રિક લઈને ધમાલ મચાવી દીધી હતી. આખી ટીમ 14.3 ઓવરમાં 31 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારતે ફક્ત 2.5 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી ગોંગડી તૃષાએ 27 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની કૅપ્ટન નીકી પ્રસાદે સતત બીજી મેચમાં પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કૅપ્ટનના આ નિર્ણય પર ભારતીય બોલરોએ મલેશિયન બેટરોને ઘૂંટણિયે લાવી દીધા હતા. માત્ર 30 રનના સ્કોર પર ટીમના 8 ખેલાડીઓ આઉટ થઈ ગયા હતા. શર્માએ પોતાની ડેબ્યૂ મેચમાં વિસ્ફોટક બોલિંગ કરીને હેટ્રિક વિકેટ લીધી હતી. 14મી ઓવર ફેંકવા આવેલી શર્માએ બીજા, ત્રીજા અને ચોથા બોલ પર વિકેટ ઝડપીને હેટ્રિક કરી દીધી હતી. મેચ દરમિયાન શર્માએ 4 ઓવર નાખીને માત્ર 5 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
Related Articles
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
Trending NEWS
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15...
28 September, 2026
ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો,...
28 September, 2026
28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએ...
28 September, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડ...
28 September, 2026
ડૉલર અને બોન્ડ યીલ્ડ મજબૂત થતાં વાયદા બજારમાં સોનુ...
28 September, 2026
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપ...
27 September, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુ...
27 September, 2026
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્દે મમતાના...
27 September, 2026
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ ગોળીઓ વરસા...
27 September, 2026
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય કમિશનરો સહમ...
27 September, 2026