ભારત એક મહાન લોકશાહી દેશ, ગાંધીજીએ ઘણું શીખવ્યું: નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મચાડોનું મોટું નિવેદન
October 25, 2025
વેનેઝુએલામાં લોકશાહી માટે બે દાયકાથી લડતાં અને 2025ના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરીના મચાડોએ ભારતને 'મહાન લોકશાહી દેશ' અને 'દુનિયા માટે એક ઉદાહરણ' ગણાવી તેની સરાહના કરી છે.
છેલ્લા 15 મહિનાથી ગુપ્ત સ્થળે રહેલાં મચાડોએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'ભારત એક મહાન લોકશાહી દેશ છે. આખી દુનિયા તમને જુએ છે. આ માત્ર એક સિદ્ધિ નહીં, પણ એક જવાબદારી પણ છે. લોકશાહીને હંમેશા મજબૂત કરવી જોઈએ અને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ. હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવા માગું છું અને મને આશા છે કે હું બહુ જલ્દી એક સ્વતંત્ર વેનેઝુએલામાં પીએમ મોદીની મહેમાનગતિ કરી શકીશ.”
ભારત પ્રત્યે સન્માન વ્યક્ત કરતાં મચાડોએ કહ્યું કે, 'હું ભારતના વખાણ દિલથી કરું છું. મારી પુત્રી થોડા મહિના પહેલા ભારત ગઈ હતી અને તેને ભારત દેશ ખૂબ જ ગમ્યો. મારા ઘણા વેનેઝુએલન મિત્રો ભારતમાં રહે છે. હું ભારતીય રાજકારણને પણ નજીકથી ફોલો કરું છું. તેમજ મહાત્મા ગાંધીના અહિંસક સંઘર્ષમાંથી મને પ્રેરણા મળે છે. શાંતિપૂર્ણ હોવું એ નબળાઈ નથી. ગાંધીજીએ આખી માનવતાને એ શીખવ્યું કે અહિંસામાં કેટલી તાકાત હોય છે.
વર્ષ 2024ની વેનેઝુએલાની રાષ્ટ્રપતિ ચૂંટણીઓ વિશે વિસ્તૃત વાત કરતાં મચાડોએ એવો દાવો કર્યો કે સરકારે વિપક્ષની જીત ચોરી લીધી હતી. તેમણે જણાવ્યું કે, '28 જુલાઈ, 2024ના રોજ અમે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જંગી બહુમતી મેળવીને જીત હાંસલ કરી હતી. જોકે, મને વિપક્ષના ઉમેદવાર તરીકે 93% વોટથી પસંદ કરવામાં આવી હોવા છતાં, શાસને મને ચૂંટણી લડતા રોકી દીધી. પરિણામે, એક પ્રમાણિક અને સાહસી રાજદ્વારીએ મારી જગ્યાએ ઉમેદવાર બનવાની જવાબદારી લીધી અને અમે 70% વોટથી જીત નોંધાવી.' મચાડોએ વધુમાં કહ્યું કે, મારી પાસે 85% મૂળ મતદાન સ્લિપનો રેકોર્ડ પણ ઉપલબ્ધ છે.
મચાડોએ આરોપ લગાવ્યો કે, 'રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ સત્તા છોડવાના પ્રસ્તાવને ઠુકરાવીને ઇતિહાસના સૌથી ભીષણ દમનની લહેર શરૂ કરી દીધી. હજારો નિર્દોષ વેનેઝુએલન ગાયબ કરી દેવાયા. મહિલાઓ અને બાળકો પર અત્યાચાર થયો, તેમને એટલો ત્રાસ આપવામાં આવ્યો કે આખરે મારી નાખવામાં આવ્યા.'
મારિયા કોરીના મચાડો વેનેઝુએલાની મુખ્ય વિપક્ષી નેતા અને રાજકીય કાર્યકર્તા છે. તેમને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર તેમના અહિંસક લોકશાહી સંઘર્ષ માટે આપવામાં આવ્યો છે. મચાડો છેલ્લા દોઢ વર્ષથી માદુરો સરકારના દમનને કારણે છુપાઈને જીવન જીવી રહ્યા છે, પરંતુ તેમનું આંદોલન હજુ પણ ચાલુ છે.
Related Articles
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
Trending NEWS
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026