Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

September 15, 2025

અભિષેક શર્માએ ક્રીઝ પર આવતાની સાથે જ આક્રમક બેટિંગ કરી અને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ પહેલી ઓવર નાખી અને અભિષેકે તેની ઓવરના પહેલા બોલ પર ફોર ફટકારી હતી. આ પછી અભિષેકે તેના બીજા બોલ પર સિક્સર ફટકારીને તેનો બધો ઘમંડ દૂર કર્યો હતો.

શાહીનની આ ઓવરમાં કુલ 12 રન બન્યા હતા. પાકિસ્તાન સામેની મેચમાં અભિષેકે 13 બોલમાં કુલ 31 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. તેને 238.46ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને પાકિસ્તાની બોલરોને હેરાન કર્યા હતા.

મેચમાં પાકિસ્તાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે સૈમ અયુબ હાર્દિક પંડ્યાના બોલ પર ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા. આ પછી સાહિબજાદા ફરહાન અને ફખર ઝમાને થોડો સમય વિકેટ પર રહેવાનો પ્રયાસ કર્યો. ફરહાને 40 રન બનાવ્યા હતા. અંતે શાહીન આફ્રિદીએ 16 બોલમાં 33 રન બનાવ્યા. આ ખેલાડીઓના કારણે જ પાકિસ્તાની ટીમ 127 રન સુધી પહોંચી શકી. ભારતીય ટીમ માટે કુલદીપ યાદવે સૌથી વધુ 3 વિકેટ લીધી.