Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને IPLમાંથી નિવૃત્તિનું એલાન કર્યું

August 27, 2025

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને હવે IPLમાંથી પણ નિવૃત્તિનું એલાન કરી દીધું છે. બુધવારે સત્તાવાર રીતે તેણે આ અંગે જાહેરાત કરી છે. આ સાથે તે હવે ભારતમાં પ્રોફેશનલ ક્રિકેટ રમતો નહીં જોવા મળે કેમ કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી તેણે ગત વર્ષે જ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તેણે ગત વર્ષે ડિસેમ્બરમાં જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ વચ્ચે આ નિર્ણય લીધો હતો. જોકે હવે તેણે પોતાનો નવો પ્લાન જણાવી દીધો છે. 

અશ્વિને કહ્યું છે કે તે અન્ય ટી20 લીગમાં રમતો જોવા મળશે. ગતવર્ષે ડિસેમ્બરમાં ગાબા ટેસ્ટ ડ્રો થયા બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ આર. અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતને અલવિદા કહ્યું હતું. તેણે 38 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આર અશ્વિને પોતાના સત્તાવાર X હેન્ડલ પર આઈપીએલમાંથી રિટાયરમેન્ટની માહિતી આપી હતી. તેણે પોસ્ટ કરી હતી કે, ખાસ દિવસ માટે એક ખાસ શરૂઆત. 

વધુમાં તેમણે કહ્યું હતુ કે, દરેક અંતની એક નવી શરૂઆત હોય છે, એક આઈપીએલ ક્રિકેટર તરીકે મારો સમય આજે સમાપ્ત થઈ રહ્યો છે. પરંતુ વિવિધ લીગમાં રમતને એક્સપ્લોર કરી છે. આજે નવી શરૂઆત થી રહી છે. આટલા વર્ષોની અનેરી યાદો અને સંબંધો માટે તમામ ફ્રેન્ચાઈઝી ટીમનો આભાર માનું છું. સૌથી વધુ આઈપીએલ અને બીસીસીઆઈનો, તેમણે મને અત્યારસુધી ઘણુ આપ્યું છે. આગળ જે પણ થશે, તેનો આનંદ અને લાભ ઉઠાવવા માટે ઉત્સુક છું.