વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં તેજી: સેન્સેક્સ 77,245 અને નિફ્ટી 24,096 ના સ્તરે ખૂલ્યા
April 29, 2026
વૈશ્વિક બજારોમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા હોવા છતાં ભારતીય શેરબજારે આજે બુધવારે ઉછાળા સાથે કારોબાર શરૂ કર્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 358 પોઈન્ટના વધારા સાથે 77,245 પર ખૂલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો ઇન્ડેક્સ નિફ્ટી 101 પોઈન્ટના વધારા સાથે 24,096 પર ખૂલ્યો હતો. શરૂઆતના કારોબારમાં બેંકિંગ અને ઓટો સેક્ટરમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. બંધન બેંકના શેરમાં આજે મોટો ઉછાળો જોવા મળ્યો હતો, કારણ કે બેંકનો નફો 68% વધીને ₹534.1 કરોડ થયો છે. આ ઉપરાંત, CEAT ના શેરમાં પણ મોટો વધારો નોંધાયો હતો, કારણ કે કંપનીનો નફો 145% વધીને ₹243.85 કરોડ થયો છે.
બીજી તરફ, એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.39% નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે કોસ્ડેક ઇન્ડેક્સ સ્થિર રહ્યો હતો. ગઈકાલે મંગળવારે યુએસ બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. નાસ્ડેક કમ્પોઝિટમાં છેલ્લા એક મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 25.86 પોઈન્ટ (0.05%) ના ઘટાડા સાથે 49,141.93 પર અને S&P 500 35.11 પોઈન્ટ (0.49%) ના ઘટાડા સાથે 7,138.80 પર બંધ રહ્યો હતો. નાસ્ડેક કમ્પોઝિટ 223.30 પોઈન્ટ (0.90%) તૂટીને 24,663.80 ના સ્તરે બંધ થયો હતો. હાલમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મામલે યુએસ અને ઈરાન વચ્ચે તણાવ યથાવત છે. દરમિયાન, UAE એ OPEC માંથી ખસી જવાની જાહેરાત કરતા ઓઈલ માર્કેટ વધુ અસ્થિર બન્યું છે, જેના કારણે બ્રેન્ટ ક્રૂડ $111 અને WTI $100 પ્રતિ બેરલથી ઉપર પહોંચ્યું છે.
Related Articles
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફુગાવાની ચિંતા: વૈશ્વિક બજારમાં ઘટાડો છતાં સ્થાનિક સોના-ચાંદીમાં તેજી
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફુગાવાની ચિંતા:...
Apr 21, 2026
શેરબજારમાં દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતનો ડંકો : દેશના કુલ એક્ટિવ રોકાણકારોમાં રાજ્યનો 12.5% હિસ્સો
શેરબજારમાં દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતન...
Apr 20, 2026
શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ 78,000 ને પાર, નિફ્ટીમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો
શેરબજારમાં ધમાકેદાર તેજી: સેન્સેક્સ 78,0...
Apr 15, 2026
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ અને નિફ્ટી આટલા ઉછાળા સાથે ખુલ્યાં, રોકાણકારોને રાહત
શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ અને નિ...
Apr 01, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધનો કહેર: કુવૈતથી 20 ભારતીયોના પાર્થિવ દેહ કોચ્ચિ પહોંચ્યા
મિડલ ઈસ્ટમાં યુદ્ધનો કહેર: કુવૈતથી 20 ભા...
Apr 01, 2026
ટ્રમ્પ દ્વારા 5 દિવસના સીઝફાયરની જાહેરાતથી શેરબજારમાં તેજી, સોના-ચાંદીના ભાવમાં ફરી કડાકો
ટ્રમ્પ દ્વારા 5 દિવસના સીઝફાયરની જાહેરાત...
Mar 24, 2026
Trending NEWS
29 April, 2026
28 April, 2026
28 April, 2026
28 April, 2026
28 April, 2026
28 April, 2026
28 April, 2026
28 April, 2026
28 April, 2026
28 April, 2026