2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદની બિડને IOAની મંજૂરી
August 13, 2025
ભારતે કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે બિડને મંજૂરી આપી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિયેશને (IOA) ઓફિશિયલી કોમનવેલ્થ ગેમ્સ માટે મંજૂરી આપી દીધી છે. જેનાથી દેશની આશાઓ વધી છે. કોમનવેલ્થ ગેમ્સ 2030નો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે અને જો ભારતને યજમાની મળશે તો તેનું આયોજન અમદાવાદમાં કરાશે. આઈઓએ દ્વારા તેની સ્પેશિયલ જનરલ એસેમ્બલીમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ બિડને મંજૂરી આપવામાં આવી હતી. આ બિડના દસ્તાવેજ જમા કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે.
ભારતે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ રજૂ કરી દીધા છે. જેના માટે 31 ઓગસ્ટ સુધીમાં ભારતે ફાઈનલ બીડનો પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે. કેનેડાએ કોમન વેલ્થ ગેમ્સની યજમાનીનું બિડ પાછું ખેંચી લેતાં ભારત માટે તકો વધી છે.
ભારતના કોમનવેલ્થ ગેમ્સ 2030ના બિડને ધ્યાનમાં લેતાં કોમનવેલ્થ સ્પોર્ટના ડિરેક્ટર ગેમ્સ ડેરેન હોલે હાલમાં જ અમદાવાદમાં સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. તેમજ ગુજરાત સરકારના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. આ મહિનાના અંતમાં કોમનવેલ્થ સ્પોર્ટનું વધુ એક મોટુ ડેલિગેશન અમદાવાદ આવી શકે છે.
કોમવેલ્થ 2030ની યજમાની માટે દેશની પસંદગીનો નિર્ણય નવેમ્બરના અંતિમ સપ્તાહ સુધી લેવાઈ શકે છે. કોમનવેલ્થ સ્પોર્ટના જનરલ એસેમ્બલી આ અંગે અંતિમ નિર્ણય લેશે. અગાઉ 2010માં ભારતે કોમનવેલ્થની યજમાની કરી હતી. નવી દિલ્હી ખાતે મલ્ટી સ્પોર્ટ ગેમ્સ યોજાઈ હતી.
Related Articles
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026